Jio BlackRock Flexi Cap Fund Subscription: ઇન્વેસ્ટમેન્ટની દુનિયામાં એક નવો તોફાની પ્રવેશ કરી રહ્યો છે! જિયો બ્લેકરોક મ્યુચ્યુઅલ ફંડ તેનું પહેલું એક્ટિવ ફ્લેક્સી કેપ ફંડ લોન્ચ કરવા જઈ રહ્યું છે, જેમાં AIની તાકાત અને ગ્લોબલ એક્સપર્ટાઇઝનું કોમ્બિનેશન છે. આ NFO 23 સપ્ટેમ્બર 2025થી શરૂ થઈને 7 ઓક્ટોબર 2025 સુધી ખુલ્લું રહેશે. માત્ર 500થી લમ્પસમ કે SIP શરૂ કરી શકો છો – પણ શું છે આમાં અલગ? અને કોણ લગાવે પૈસા? ચાલો, સીધા મુદ્દા પર આવીએ.