વડાપ્રધાન અને રાહુલ ગાંધી બંને આજે ગુજરાત પ્રવાસે, પીએમ દક્ષિણમાં તો રાહુલ અમદાવાદમાં સાંજ સુધી કરશે બેઠકો, કંઇ નવા જૂનીના એંધાણ!
ગુજરાતમાં આજે વડાપ્રધાન મોદી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી આવવાના છે. પીએમ મોદી આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. જ્યારે રાહુલ ગાંધીનું અમદાવાદમાં આગમન થઈ ગયું છે.
ગુજરાતમાં આજે વડાપ્રધાન મોદી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી આવવાના છે.
ગુજરાતમાં આજે વડાપ્રધાન મોદી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી આવવાના છે. પીએમ મોદી આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. જ્યારે રાહુલ ગાંધીનું અમદાવાદમાં આગમન થઈ ગયું છે. પીએમ મોદી આજે બપોરે આવવાના છે જ્યારે રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પર 10.30 વાગ્યાની આસપાસ આવી ગયા છે. રાહુલ ગાંધીના આગમન પહેલા અમદાવાદ એરપોર્ટ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો પહોંચ્યા હતા. રાહુલ ગાંધીનું એરપોર્ટ પર કાર્યકરો અને કોંગ્રેસના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે.
બેઠકોનો ધમધમાટ
આપને જણાવીએ કે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ચુક્યા હતા. જ્યાંથી તેઓ સીધા રાજીવ ગાંધી ભવન ગયા. રાહુલ ગાંધી આ દરમિયાન અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે 10થી સાંજે 7 વાગ્યા દરમિયાન કુલ 4 અલગ-અલગ મિટિંગોમાં ભાગ લેશે. તેઓ કોઈ કાર્યકર્તાના નિવાસસ્થાને રાત્રિ રોકાણ કરશે તેવી શક્યતા પણ છે. પ્રથમ બેઠકમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને અન્ય પદાધિકારીઓ હાજર રહેશે. બપોરે ભોજન સાથે બેઠક, સાંજે પૂર્વ ધારાસભ્યો સાથે ચર્ચા, અને શનિવારે વિશ્વાસુ કાર્યકરો અને આગેવાનો સાથે સંવાદ યોજાશે.
કાર્યકરોને આપશે માર્ગદર્શન
8 માર્ચ, 2025ના રોજ એટલે કે, મહિલા દિને સવારે 10 વાગ્યે રાહુલ ગાંધી રાજપથ ક્લબ પાસેના ઝેડએ હોલ ખાતે કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં પ્રદેશ, જિલ્લા, શહેર અને સેલના તમામ હોદ્દેદારો હાજરી આપશે.
પ્રદેશ કોંગ્રેસને મજબૂત બનાવવાની રણનીતિ
રાજ્યમાં કોંગ્રેસનું સંગઠન હાલ નબળું છે, જેનાથી પાર્ટીને મોટા રાજકીય નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. પાર્ટી સંગઠનમાં પ્રોફેશનલ ટચ આપવા માટે રણનીતિ ઘડી રહી છે. આવનારી વિધાનસભા ચૂંટણી પહેલા, સંગઠનને મજબૂત બનાવવા રાહુલ ગાંધી ગુજરાતમાં સીધા દખલ આપશે. ગુજરાતમાં બનાવાનાર સંગઠન મોડલની સફળતા પર આધાર રાખીને, કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે પણ આ મોડલ લાગુ કરી શકે છે, તેમ પાર્ટી સૂત્રો જણાવી રહ્યા છે. રાહુલ ગાંધીના પ્રવાસથી ગુજરાત કોંગ્રેસમાં નવસર્જન શક્ય બને તેવા સંકેત રાજકીય વર્તુળો આપી રહ્યા છે.
PM મોદીનો કાર્યક્રમ
* 7 માર્ચના શુક્રવારે વડાપ્રધાન દિલ્હીથી સુરત એરપોર્ટ આવશે