Delhi-Vadodara Expressway: હવે માત્ર માત્ર 10 કલાકમાં જ વડોદરાથી પહોંચી જશો દિલ્હી, PM મોદી આજે એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ઘાટન
Delhi-Vadodara Expressway: સમગ્ર દેશમાં રોડ કનેક્ટિવિટીને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે, વડા પ્રધાન મોદી લગભગ રૂપિયા 11,895 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલ દિલ્હી-વડોદરા એક્સપ્રેસવે રાષ્ટ્રને સમર્પિત કરશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. આ ઉપરાંત, તેઓ રૂપિયા 1,880 કરોડથી વધુના પાંચ અલગ-અલગ રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.
Delhi-Vadodara Expressway: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે સોમવારે મધ્યપ્રદેશના ગ્વાલિયરની મુલાકાત લેશે. આ દરમિયાન, તેઓ રાજ્યમાં આશરે રૂપિયા 19,260 કરોડના ખર્ચની વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. સમગ્ર દેશમાં રોડ કનેક્ટિવિટી વધારવાના ઉદ્દેશ્ય સાથે, વડા પ્રધાન મોદી દિલ્હી-વડોદરા એક્સપ્રેસવે રાષ્ટ્રને સમર્પિત કરશે, જે આશરે રૂપિયા 11,895 કરોડના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. આ ઉપરાંત, તેઓ રૂપિયા 1,880 કરોડથી વધુના પાંચ અલગ-અલગ રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.
દિલ્હીથી વડોદરાની મુસાફરી માત્ર 10 કલાકમાં પૂર્ણ થશે
આ એક્સપ્રેસ વે ખુલવાથી દિલ્હી અને વડોદરા વચ્ચેનો રોડ પ્રવાસનો સમય ઘટીને 10 કલાક થઈ જશે. દિલ્હી-વડોદરા રૂટ પર દોડતી સૌથી ઝડપી ટ્રેનના સમય કરતાં આ સમય ઓછો છે. દિલ્હી-વડોદરા એક્સપ્રેસ વે એ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો બીજો સેક્શન છે, જેને પીએમ મોદી આજે દેશને સોંપશે. દિલ્હી અને વડોદરા વચ્ચેની સૌથી ઝડપી ટ્રેન મુંબઈ સેન્ટ્રલ તેજસ રાજધાની છે જે 10 કલાક અને 45 મિનિટ લે છે. જ્યારે અન્ય ટ્રેનોમાં 12 થી 15 કલાકનો સમય લાગે છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે સોહના, દૌસા, લાલસોટ સવાઈ માધોપુર, કોટા, રતલામ દાહોદ અને ગોધરામાંથી પસાર થતો આ નવો એક્સપ્રેસ વે દિલ્હી અને વડોદરા વચ્ચેનો મુસાફરીનો સમય લગભગ અડધો કરી દેશે. અગાઉ આ રૂટ પર કાર દ્વારા મુસાફરી કરવામાં 18 થી 20 કલાક જેટલો સમય લાગતો હતો.
બંને રૂટ પર ઓછો ભાર રહેશે
હાલમાં દિલ્હીથી વડોદરાના સીધા બે રૂટ છે. જયપુર, ભીલવાડા અને ઉદયપુર થઈને જઈ શકાય છે. જ્યારે બીજો માર્ગ લક્ષ્મણગઢ, લાલસોટ અને કોટા થઈને છે. અગાઉના અહેવાલો અનુસાર, રોડ માર્ગે બંને શહેરો વચ્ચેનું અંતર 1,000 કિલોમીટરથી વધુ હતું. પરંતુ નવા એક્સપ્રેસ વેથી આ અંતર ઘટીને માત્ર 845 કિમી થઈ જશે.
આશરે રૂપિયા 12,000 કરોડના ખર્ચે બનેલ એક્સપ્રેસ-વેનો દિલ્હી-વડોદરા વિભાગ હરિયાણા (79 કિમી), ચૂંટણી રાજ્યો રાજસ્થાન (373 કિમી) અને મધ્ય પ્રદેશ (244 કિમી)માંથી પસાર થાય છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો સોહના-દૌસા સેક્શન પહેલેથી જ કાર્યરત છે.
દિલ્હીથી મુંબઈ 12 કલાકમાં
જ્યારે 1,386 કિલોમીટર લાંબો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ફેબ્રુઆરી 2024 સુધીમાં તૈયાર થઈ જશે, ત્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય ઘટીને માત્ર 12 કલાક થઈ જશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રને જોડશે. તેને લગભગ 1 લાખ કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એક્સપ્રેસ વે દિલ્હી અને મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય અડધો કરીને 12 કલાક કરી દેશે અને અંતર પણ લગભગ 200 કિમી જેટલું ઘટી જશે.