'એરપોર્ટથી પોર્ટ સુધી બધું જ અદાણીના કબજામાં?' રાજ ઠાકરેએ જાહેર કર્યું લિસ્ટ, મહારાષ્ટ્રની જનતાને આપી મોટી ચેતવણી
Raj Thackeray on Gautam Adani: રાજ ઠાકરેએ ગૌતમ અદાણી પર સાધ્યું નિશાન. કહ્યું- કેન્દ્રની મદદથી એરપોર્ટ અને પોર્ટો પર અદાણીનો કબ્જો. જાણો મહારાષ્ટ્રની જનતાને શું આપી ચેતવણી અને કયા પ્રોજેક્ટ્સનું લિસ્ટ જાહેર કર્યું.
Raj Thackeray on Gautam Adani: રાજ ઠાકરેએ ગૌતમ અદાણી પર સાધ્યું નિશાન. કહ્યું- કેન્દ્રની મદદથી એરપોર્ટ અને પોર્ટો પર અદાણીનો કબ્જો.
Raj Thackeray on Gautam Adani: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના પ્રમુખ રાજ ઠાકરે ફરી એકવાર પોતાના આક્રમક અંદાજને કારણે ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમના નિશાના પર દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમનું વધી રહેલું સામ્રાજ્ય છે. રાજ ઠાકરેએ ગંભીર આરોપ લગાવ્યો છે કે દેશના મોટાભાગના એરપોર્ટ, પોર્ટો અને અન્ય મહત્વના સેક્ટર્સ હવે ધીરે-ધીરે અદાણી ગ્રુપના કબ્જામાં જઈ રહ્યા છે.
અદાણીના સામ્રાજ્યનો ગ્રાફ: 2014થી 2025
રાજ ઠાકરેએ સોશિયલ મીડિયા પર ગૌતમ અદાણી પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો કે એક જ કોર્પોરેટ ગ્રુપને સતત મહત્વના પ્રોજેક્ટ્સ આપવામાં આવી રહ્યા છે. પોતાની વાત સાબિત કરવા માટે રાજ ઠાકરેએ નકશા અને વીડિયો પણ રજૂ કર્યા હતા. જેમાં વર્ષ 2014થી લઈને 2025 સુધીમાં અદાણી ગ્રુપનું વિસ્તરણ કેવી રીતે થયું છે તે દર્શાવવામાં આવ્યું છે.
રાજ ઠાકરેએ જે લિસ્ટ જાહેર કર્યું છે તેમાં વીજળી, સિમેન્ટ, મોટા પોર્ટો, એરપોર્ટ અને મહારાષ્ટ્રના MMR (મુંબઈ મેટ્રોપોલિટન રીજન) વિસ્તારના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. તેમનું કહેવું છે કે આ ગતિ અસાધારણ છે અને તે ચિંતાનો વિષય છે.
Between 2014 and 2025, span of just eleven year the Adani Group, with the government’s blessings, has expanded across the country at an unprecedented pace, steadily building dominance across multiple sectors. This video offers a glimpse into that rapid rise and growing monopoly… pic.twitter.com/vbw1p3ZycM
રાજ ઠાકરેએ સીધો આક્ષેપ કર્યો છે કે કેન્દ્ર સરકારની મદદથી એક જ ગ્રુપને આટલા બધા પ્રોજેક્ટ્સ સોંપવામાં આવી રહ્યા છે. જેના કારણે બજારમાં 'એકાધિકાર' (Monopoly) વધી રહ્યો છે. તેમણે કહ્યું કે રાજ્યના દરેક મુખ્ય સેક્ટરમાં અદાણી ગ્રુપનો પગપેસારો વધી ગયો છે, જે માત્ર બિઝનેસ પૂરતો સીમિત નથી રહ્યો.
મહારાષ્ટ્રની જનતાને આપી ચેતવણી
પોતાના નિવેદનમાં રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના લોકોને ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું કે જો આ ઝડપી એકીકરણ (Consolidation)ને ગંભીરતાથી લેવામાં નહીં આવે, તો આવનારા સમયમાં રાજ્યની મોટી જમીનો અને સંપત્તિઓ ધીરે-ધીરે એક જ ગ્રુપના હાથમાં ચાલી જશે. તેમણે લોકોને અપીલ કરી છે કે અદાણીના આ રાજ્યવ્યાપી વિસ્તારના સ્કેલને જુઓ અને સમજો.
ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો
મહત્વનું છે કે બીએમસી (BMC) ની ચૂંટણી નજીક આવી રહી છે તે પહેલા રાજ ઠાકરે દ્વારા કરવામાં આવેલી આ પોસ્ટ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને અદાણી ગ્રુપની અસાધારણ ગતિને લોકો સમક્ષ મુકી છે. હવે જોવું રહ્યું કે આ મુદ્દો ચૂંટણીમાં કેટલો પ્રભાવ પાડે છે.