સવારના 11 વાગ્યા સુધીના લેટેસ્ટ લાઈવ અપડેટ્સ મુજબ, ગાંધીનગર મનપાની કુલ 44 બેઠકોમાંથી 30 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ નિર્ણાયક સરસાઈ મેળવી લીધી છે અને તેઓ શાનદાર જીત તરફ આગળ વધી રહ્યા છે.
GMC Election Results 2026: ગુજરાતની રાજધાની ગાંધીનગરની જનતાએ પોતાનો ફેંસલો આપી દીધો છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો આજે 13 ઓક્ટોબર 2026 ના રોજ જાહેર થઈ રહ્યા છે. 11 ઓક્ટોબરે યોજાયેલા 59 ટકા મતદાન બાદ, આગામી 5 વર્ષ સુધી પાટનગરની સત્તાની ચાવી કોના હાથમાં રહેશે તેનું ચિત્ર હવે લગભગ સ્પષ્ટ થવા લાગ્યું છે.
આજે સવારે 9 વાગ્યાથી સેક્ટર 15 માં આવેલી કોમર્સ કોલેજ ખાતે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતી વલણોમાં સત્તાધારી પક્ષ ભાજપ તરફી માહોલ જોવા મળી રહ્યો છે અને ફરી એકવાર ગાંધીનગરમાં કમળ ખીલતું દેખાઈ રહ્યું છે.
44 માંથી 30 બેઠકો પર ભાજપનું વર્ચસ્વ
સવારના 11 વાગ્યા સુધીના લેટેસ્ટ લાઈવ અપડેટ્સ મુજબ, ગાંધીનગર મનપાની કુલ 44 બેઠકોમાંથી 30 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ નિર્ણાયક સરસાઈ મેળવી લીધી છે અને તેઓ શાનદાર જીત તરફ આગળ વધી રહ્યા છે.
વોર્ડ મુજબ અત્યાર સુધીના લાઈવ પરિણામો
અલગ-અલગ વોર્ડમાંથી રસપ્રદ પરિણામો સામે આવી રહ્યા છે. ચાલો જાણીએ કયા વોર્ડમાં કોણ આગળ છે.
વોર્ડ નંબર 7 માં મોટો ઉલટફેર: અહી રિકાઉન્ટિંગ (ફરીથી મતગણતરી) થતા પરિણામમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ભાજપના ઉમેદવાર ભાવિક સુતરિયાની હાર થતા ભાજપની પેનલ તૂટી ગઈ છે. અહીં ભાજપના 3 ઉમેદવારો સામે કોંગ્રેસના 1 ઉમેદવારે શાનદાર વિજય મેળવ્યો છે.
વોર્ડ નંબર 5 માં ભાજપનો વિજય: અહી ભાજપના ઉમેદવાર કનૈયા દેસાઈની જીત થઈ છે. વોર્ડ 5 માં ભાજપની આખી પેનલ 2700 મતોના મોટા માર્જિનથી જીતી ગઈ છે.
વોર્ડ નંબર 3: પ્રથમ રાઉન્ડના અંતે આ વોર્ડમાં ભાજપના ઉમેદવાર 1000 મતોથી આગળ ચાલી રહ્યા છે.
વોર્ડ નંબર 4 અને 7: આ વોર્ડમાં પણ ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે અને જીતની નજીક છે.
વોર્ડ નંબર 1: આ વોર્ડના EVM ખોલીને મતગણતરીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
પાટનગરની સત્તાનો ફેંસલો
ગત 11 ઓક્ટોબરે મતદારોમાં મિશ્ર ઉત્સાહ જોવા મળ્યો હતો અને સરેરાશ 59 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. આજના પરિણામો માત્ર સ્થાનિક વોર્ડ પૂરતા સીમિત નથી, પરંતુ સમગ્ર પાટનગરનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે. કયા વોર્ડમાં અપસેટ સર્જાય છે અને કોંગ્રેસ-આપ જેવી પાર્ટીઓ કેટલું કાઠું કાઢે છે, તેના પર તમામ નાગરિકો અને રાજકીય પક્ષોની નજર ટકેલી છે.