ચૂંટણી કર્મચારીઓ માટે મોટા સમાચાર: મતદાન સામગ્રી સોંપવામાં મોડું થાય તો બીજો દિવસ પણ ગણાશે ‘ચૂંટણી ફરજ’ | Moneycontrol Gujarati
Get App

ચૂંટણી કર્મચારીઓ માટે મોટા સમાચાર: મતદાન સામગ્રી સોંપવામાં મોડું થાય તો બીજો દિવસ પણ ગણાશે ‘ચૂંટણી ફરજ’

Gujarat Election Commission: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે 11 ઓક્ટોબર 2026ના રોજ યોજાનાર ચૂંટણી માટે કર્મચારીઓને મોટી રાહત આપી છે. મતદાન સામગ્રી સોંપવામાં મોડું થાય તો બીજો દિવસ પણ ચૂંટણી ફરજ ગણાશે.

અપડેટેડ 06:20:30 PM Oct 09, 2026 પર
Story continues below Advertisement
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા લેટેસ્ટ કાર્યક્રમ મુજબ, 11 ઓક્ટોબર 2026ના રોજ ગુજરાતમાં મતદાન યોજાવાનું છે.

Gujarat Election Commission: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરજ બજાવતા હજારો કર્મચારીઓને એક મોટી રાહત આપી છે. સામાન્ય રીતે ચૂંટણીના દિવસે મતદાન પૂર્ણ થયા પછી પણ કર્મચારીઓએ મોડી રાત સુધી કામ કરવું પડતું હોય છે, જેના કારણે કર્મચારીઓ ખૂબ થાકી જતા હોય છે. પરંતુ હવે આયોગે ફરજના સમયગાળા અંગે એક મહત્વની સ્પષ્ટતા કરી છે, જેનાથી સરકારી કર્મચારીઓનો મોટો તણાવ દૂર થશે.

ક્યારે અને ક્યાં યોજાશે ચૂંટણી?

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા લેટેસ્ટ કાર્યક્રમ મુજબ, 11 ઓક્ટોબર 2026ના રોજ ગુજરાતમાં મતદાન યોજાવાનું છે. આ દિવસે ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને થરા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજાશે. આ ઉપરાંત, રાજ્યમાં ખાલી પડેલી અન્ય બેઠકો માટેની પેટાચૂંટણીઓનું મતદાન પણ આ જ તારીખે હાથ ધરવામાં આવશે.

શું છે ચૂંટણી પંચનો નવો નિર્ણય?

આપણે સૌ જાણીએ છીએ કે મતદાનનો સમય પૂર્ણ થયા પછી પણ ચૂંટણી કર્મચારીઓની કામગીરી પૂરી થતી નથી. તેમણે તમામ મતદાન સામગ્રી અને ઈવીએમ (EVM) રિસીવિંગ સેન્ટર પર જમા કરાવવાના હોય છે. ઘણીવાર રિસીવિંગ સેન્ટરનું અંતર વધુ હોવાને કારણે અથવા ત્યાં ભીડ હોવાને લીધે આ સામગ્રી સોંપવામાં મોડી રાત કે બીજો દિવસ ઉગી જતો હોય છે.


Gujarat Election Commission

આ વાસ્તવિક સમસ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી આયોગે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે:

સળંગ ફરજ ગણાશે: જ્યાં સુધી મતદાન સામગ્રી પરત સોંપવાની કામગીરી પૂરી ન થાય, ત્યાં સુધીનો તમામ સમયગાળો 'ચૂંટણી ફરજ' ગણવામાં આવશે.

બીજા દિવસની હાજરીમાંથી મુક્તિ: જો કોઈ કર્મચારી મતદાન સામગ્રી જમા કરાવવામાં મોડું થવાને કારણે બીજા દિવસે પોતાની મૂળ કચેરીએ હાજર ન રહી શકે, તો તેવા કિસ્સામાં તે બીજા દિવસને પણ 'ચૂંટણી ફરજ'નો જ દિવસ ગણવામાં આવશે.

રજા કપાશે નહીં: આવા કર્મચારીઓને ફરજિયાતપણે બીજા દિવસે તેમની મૂળ કચેરી ખાતે હાજર થવાની જરૂર રહેશે નહીં. તેઓ નિરાંતે પોતાની ચૂંટણી ફરજ પૂર્ણ કરીને સામગ્રી સોંપી શકશે.

ચૂંટણી આયોગના આ માનવીય અભિગમ અને સ્પષ્ટતાથી સરકારી કર્મચારીઓને મોટો હાશકારો અનુભવાયો છે. હવે તેઓ કોઈપણ જાતના ટેન્શન વિના પોતાની ચૂંટણી ફરજ શાંતિથી અને સચોટ રીતે પૂરી કરી શકશે. ઓફિસે પહોંચવાના દબાણ વગર કામ થવાથી ચૂંટણી પ્રક્રિયા વધુ સરળ બનશે.

આ પણ વાંચો- વજન ઘટાડવા માટે ડાયેટિંગ કરો છો છતાં કોઈ ફરક નથી પડતો? આ 6 ભૂલો હોઈ શકે છે જવાબદાર, જાણો લેટેસ્ટ હેલ્થ ટિપ્સ

MoneyControl News

MoneyControl News

First Published: Oct 09, 2026 6:20 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.