NDA meeting: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે સંસદ ભવન ખાતે NDA સાંસદોની મહત્વની બેઠકને સંબોધી. આ બેઠક એવા સમયે યોજાઈ જ્યારે સંસદનું ચોમાસું સત્ર વિપક્ષના વિરોધને કારણે સતત ખોરંભે ચડી રહ્યું છે અને દેશમાં ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની નામાંકન પ્રક્રિયા શરૂ થવાની છે. બેઠકમાં PM મોદીને તાજેતરના પહેલગામ આતંકી હુમલાના જવાબમાં સફળ 'ઓપરેશન સિંદૂર' માટે સન્માનિત પણ કરાયા.
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી પર ચર્ચા
આ બેઠક 7 ઓગસ્ટથી શરૂ થનારી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીના નામાંકનના થોડા દિવસ પહેલા યોજાઈ. NDA પાસે ચૂંટણી મંડળમાં સ્પષ્ટ બહુમતી છે, જેના કારણે તેમના ઉમેદવારની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. ગઠબંધનને 21 ઓગસ્ટ સુધીમાં પોતાના ઉમેદવારનું નામ નક્કી કરવાનું છે, જે નામાંકન દાખલ કરવાની અંતિમ તારીખ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ અને ભાજપના કેટલાક રાષ્ટ્રીય મહાસચિવ સાથીઓ સાથે મળીને આ ચૂંટણી માટે સમન્વય સ્થાપી રહ્યા છે. PM મોદીએ બેઠકમાં સાંસદોને ચૂંટણી રણનીતિ અંગે માર્ગદર્શન આપ્યું.
'ઓપરેશન સિંદૂર'ની સફળતા માટે PMનું સન્માન
વિપક્ષનો સંસદમાં સતત વિરોધ
ચોમાસું સત્રની શરૂઆતથી જ વિપક્ષ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. મુખ્યત્વે બિહારમાં ચૂંટણી પંચ દ્વારા થઈ રહેલા વિશેષ મતદાર યાદી સુધારણા (SIR) અંગે વિપક્ષે સરકાર પર પક્ષપાતનો આરોપ લગાવ્યો છે. આ વિરોધને કારણે સદનની કાર્યવાહી હજુ સુધી ખોરંભે ચડી છે. PM મોદીએ પોતાના સંબોધનમાં આ આરોપોનો જવાબ આપ્યો અને સરકારના વિધાનસભાઈ એજન્ડા પર પણ ચર્ચા કરી. તેમણે સાંસદોને જણાવ્યું કે સરકાર આજે પાંચ સૂચિબદ્ધ બિલ પસાર કરાવવાનો પ્રયાસ કરશે.