લોકસભા ચૂંટણી 2024: લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કામાં ગુજરાત ઉપરાંત અન્ય 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સહિત કુલ 93 બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પૂર્ણ થયું. આ માટે કુલ 1.85 લાખ મતદાનમથકો તૈયાર કરાયાં હતાં અને 17.24 કરોડ મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. આ મતદારોમાં 8.85 કરોડ પુરુષ 8.39 કરોડ મહિલાઓનો સમાવેશ થાય છે.
ચૂંટણીપંચ અનુસાર, મંગળવારે રાતે 11.40 વાગ્યા સુધીમાં 93 સીટ પર સરેરાશ 64.58 ટકા મતદાન થયું છે. જોકે મતદાનની ટકાવારીમાં હજુ ફેરફાર થઈ શકે છે, કેમ કે ચૂંટણીપંચે મતદાનના અંતિમ આંકડા હજુ સુધી જાહેર કર્યા નથી.
તો દેશમાં આસામમાં સૌથી વધુ 81.71 ટકા મતદાન થયું છે અને ઉત્તરપ્રદેશમાં સૌથી ઓછું 57.34 મતદાન થયું છે. મતદાનની ટકાવારી પર એક નજર નાખીએ તો...
દાદરા, નગરહવેલી અને દીવ-દમણ- 69.87
ગુજરાતની કુલ 25 બેઠકો પર અને વિધાનસભાની પાંચ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી ગૃહમંત્રી અમિત શાહે મતદાન કર્યું હતું.
ગુજરાતની કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, બારડોલી, નવસારી અને વલસાડ બેઠક પર મતદાન યોજાયું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સુરત લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના મુકેશ દલાલ બિનહરીફ ચૂંટણી જીતી ચૂક્યા છે.