World’s First 6G Device: ઘણા લોકોએ 5G સ્પીડનો એક્સપિરિયન્સ કર્યો છે, જ્યાં યુઝર્સને હાઈ સ્પીડ ઈન્ટરનેટ મળે છે. હવે વિશ્વના પ્રથમ 6G ડિવાઇઝનો પ્રોટોટાઇપ જાહેર કરવામાં આવ્યો છે. તે 100 ગીગાબિટ્સ (GB) પ્રતિ સેકન્ડની ઝડપે ડેટા ટ્રાન્સમિટ કરી શકે છે.
World’s First 6G Device: ઘણા લોકોએ 5G સ્પીડનો એક્સપિરિયન્સ કર્યો છે, જ્યાં યુઝર્સને હાઈ સ્પીડ ઈન્ટરનેટ મળે છે. હવે વિશ્વના પ્રથમ 6G ડિવાઇઝનો પ્રોટોટાઇપ જાહેર કરવામાં આવ્યો છે. તે 100 ગીગાબિટ્સ (GB) પ્રતિ સેકન્ડની ઝડપે ડેટા ટ્રાન્સમિટ કરી શકે છે.
તે 300 ફૂટથી વધુ વિસ્તારને આવરી શકે છે. તે હાલની 5G ટેક્નોલોજી કરતાં 20 ગણી ઝડપી છે. આ ઘણા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ડિવાઇઝ સ્માર્ટફોન નથી.
જાપાનીઝ કંપનીઓની પાર્ટનરશીપ
આ 6G ડિવાઇઝ જાપાન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ ડિવાઇઝ કેટલીક કંપનીઓ દ્વારા પાર્ટનરશીપ હેઠળ બનાવવામાં આવ્યું છે. આમાં DOCOMO, NTT કોર્પોરેશન, NEC કોર્પોરેશન અને Fujitsuના નામ સામેલ છે.
11મી એપ્રિલે સફળ ટેસ્ટિંગ
અહેવાલો અનુસાર આ ડિવાઇઝનું સફળ ટેસ્ટિંગ 11 એપ્રિલના રોજ પૂર્ણ થયું હતું. કંપનીઓએ ખુલાસો કર્યો છે કે આ પ્રોટોટાઇપ ડિવાઇસ 100Gbpsની સ્પીડ સુધી પહોંચી શકે છે. ડિવાઇઝને 328 ફૂટના અંતરે રાખીને આ ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને સ્પીડ પણ ચેક કરવામાં આવી હતી.
હાલમાં એક ડિવાઇઝ પર 6Gનું ટેસ્ટિંગ
એક ડિવાઇઝ પર 6Gનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. હજુ સુધી તેનું વ્યાવસાયિક ટેસ્ટિંગ કરવામાં આવ્યું નથી. નોર્મલ રીતે 5G પર 10Gbpsની મહત્તમ સ્પીડ મેળવી શકાય છે. જો કે, વાસ્તવિક દુનિયામાં આ ઝડપ ઓછી રહે છે. અમેરિકામાં T-Mobile યુઝર્સને સરેરાશ 200 Megabits per Second (Mbps)ની ઝડપ મળે છે.
6G ટેક્નોલોજીને લઈને હજુ ઘણું કામ કરવાનું બાકી છે. ભારતમાં પણ આ અંગે કામ શરૂ થઈ ગયું છે. યુઝર્સને 6G પર ખૂબ જ ઝડપી ઇન્ટરનેટ સ્પીડ મળશે. તેની મદદથી, તમને સારી કનેક્ટિવિટી મળશે અને ડિવાઇઝને વધુ ચોકસાઈ પણ મળશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.