PM મોદીને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી કરાશે સન્માનિત, PMની સાથે જોવા મળશે એકનાથ શિંદે, અજિત પવાર અને શરદ પવાર!
લોકમાન્ય તિલક મેમોરિયલ ટ્રસ્ટે પીએમ મોદીને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. આ એવોર્ડ સમારંભનું 41મું વર્ષ અને લોકમાન્ય તિલકની 103મી પુણ્યતિથિ છે. એવોર્ડ સમારોહ 1 ઓગસ્ટ 2023ના રોજ પુણેમાં યોજાશે. આ સમારોહ એક એવો પ્રસંગ હશે, જ્યારે NCP ચીફ શરદ પવાર બળવા પછી પીએમ મોદી સાથે સ્ટેજ શેર કરશે.
રોહિત તિલકે કહ્યું કે, આત્મનિર્ભર ભારત મિશન હેઠળ દેશે ઘણું બધું હાંસલ કર્યું છે. આ મિશનને કારણે દેશ પ્રત્યે જાગૃતિ અને પ્રેમ વધ્યો છે. આત્મનિર્ભર ભારતે દેશને પ્રગતિની સીડીઓ ચઢવામાં મદદ કરી.
NCPમાં મતભેદો અને શરદ પવારના ભત્રીજાએ ભાજપ સાથે હાથ મિલાવ્યા બાદ શરદ પવાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા ઓગસ્ટમાં પ્રથમ વખત સ્ટેજ શેર કરશે. લોકમાન્ય તિલક મેમોરિયલ ટ્રસ્ટે પીએમ મોદીને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. તિલક મેમોરિયલ ટ્રસ્ટના અધ્યક્ષ રોહિત તિલકે સોમવારે આની જાહેરાત કરી હતી. આ એવોર્ડ સમારંભનું 41મું વર્ષ અને લોકમાન્ય તિલકની 103મી પુણ્યતિથિ છે. એવોર્ડ સમારોહ 1 ઓગસ્ટ 2023ના રોજ પુણેમાં યોજાશે.
કરવામાં આવશે પીએમ મોદીનું સન્માન
રોહિત તિલકે એમ પણ કહ્યું હતું કે NCPના વડા શરદ પવાર કાર્યક્રમના મુખ્ય અતિથિ હશે તે આશ્ચર્યજનક છે. સાથે જ પીએમ મોદીને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આવી સ્થિતિમાં તેઓ પોતપોતાના ભાષણમાં કેવી રીતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરશે તે જોવું રસપ્રદ રહેશે. એટલું જ નહીં આ કાર્યક્રમમાં રાજ્યપાલ રમેશ બૈસ, સીએમ એકનાથ શિંદે, ડીસીએમ દેવેન્દ્ર ફડણવીસ, ડીસીએમ અજિત પવાર અને કોંગ્રેસ નેતા સુશીલ કુમાર શિંદે હાજર રહેશે. એટલે કે કાકા સાથેના બળવા પછી શરદ પવાર અને અજિત પવાર પણ કોઈ જાહેર કાર્યક્રમના મંચ પર સામસામે હશે.
આ આધારે પીએમ મોદીને એવોર્ડ કરાશે એનાયત
રોહિત તિલકે કહ્યું કે, આત્મનિર્ભર ભારત મિશન હેઠળ દેશે ઘણું બધું હાંસલ કર્યું છે. આ મિશનને કારણે દેશ પ્રત્યે જાગૃતિ અને પ્રેમ વધ્યો છે. આત્મનિર્ભર ભારતે દેશને પ્રગતિની સીડીઓ ચઢવામાં મદદ કરી. ઉપરાંત આ એવોર્ડ નાગરિકોમાં દેશભક્તિની ભાવના કેળવવા અને ભારતને ગ્લોબલ મેપ પર સ્થાપિત કરવા માટે આપવામાં આવે છે.
કોંગ્રેસ આ વાતથી છે નારાજ
બીજી તરફ તિલક સ્મારકના આ એવોર્ડની જાહેરાત બાદ કોંગ્રેસ તેનાથી નારાજ જોવા મળી રહી છે. પુણે કોંગ્રેસ યુનિટે રાહુલ ગાંધી સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. શહેર કોંગ્રેસ એકમનું માનવું છે કે મોદી તિલકની વિચારધારાથી ઘણા દૂર છે. એટલા માટે કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે આ તિલક પરિવારની અયોગ્ય પસંદગી છે. રોહિત તિલક પુણે કોંગ્રેસનો હિસ્સો છે અને અગાઉ વિસ્તારથી ચૂંટણી લડી ચૂક્યા છે.
આ નેતાઓ પણ થઈ ચુક્યાં છે સન્માનિત
લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારનો આ 41મો પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે. ક્રાંતિકારી અને રાષ્ટ્રવાદી સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય બાલ ગંગાધર તિલક (1856-1920)ની યાદમાં, મોદીને તેમની 103મી પુણ્યતિથિએ 1 ઓગસ્ટે અહીં તિલક મહારાષ્ટ્ર વિદ્યાપીઠ ખાતે એક કાર્યક્રમમાં અર્પણ કરવામાં આવશે. પ્રતિષ્ઠિત પુરસ્કારના ભૂતકાળના કેટલાક વિજેતાઓમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ, અટલ બિહારી વાજપેયી અને ઈન્દિરા ગાંધીનો સમાવેશ થાય છે.