મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી (BJP) અને તેના સહયોગી પક્ષોના 'મહાયુતિ' ગઠબંધને પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. તાજેતરમાં જાહેર થયેલા નગર પરિષદ અને નગર પંચાયત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં સત્તાધારી ગઠબંધને વિપક્ષી 'મહાવિકાસ અઘાડી' (MVA)ને કારમી હાર આપીને શાનદાર જીત હાંસલ કરી છે. આ પરિણામોએ શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં ભાજપની મજબૂત પકડનો સ્પષ્ટ સંકેત આપ્યો છે.
નગર પરિષદમાં ભાજપનો ભગવો લહેરાયો
નગર પરિષદની કુલ 246 બેઠકો માટે થયેલી ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરતા લગભગ સદી ફટકારી છે. પાર્ટી 96 બેઠકો પર જીત અથવા લીડ સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે. મહાયુતિ ગઠબંધનના અન્ય સાથી પક્ષોમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથની શિવસેનાને 44 બેઠકો, જ્યારે નાયબ મુખ્યમંત્રી અજીત પવાર જૂથની NCPને 34 બેઠકો મળી છે. બીજી તરફ, વિપક્ષી ગઠબંધન MVAનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. કોંગ્રેસ માત્ર 27 બેઠકો પર સમેટાઈ ગયું, જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના (UBT) અને શરદ પવાર જૂથની NCPને માત્ર 8-8 બેઠકોથી સંતોષ માનવો પડ્યો. આ સિવાય 29 બેઠકો પર અન્ય અને અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે.
નગર પંચાયતમાં પણ 'મહાયુતિ'નો વિજય
રાજ ઠાકરેની MNSનું શૂન્ય પ્રદર્શન
આ ચૂંટણીના પરિણામ રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) માટે મોટા આંચકા સમાન સાબિત થયા છે. MNS નગર પરિષદ કે નગર પંચાયત, બંનેમાંથી એક પણ જગ્યાએ ખાતું ખોલાવી શકી નથી અને તેનું પ્રદર્શન શૂન્ય (0) રહ્યું છે.
આ ચૂંટણી પરિણામોને આગામી જાન્યુઆરી મહિનામાં યોજાનારી બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) સહિત રાજ્યની અન્ય 28 મહાનગરપાલિકાઓની ચૂંટણી પહેલા સત્તાધારી પક્ષ માટે એક મોટા મનોવૈજ્ઞાનિક બળ તરીકે જોવામાં આવી રહ્યા છે.