બહુજન સમાજ પાર્ટી (BSP) પ્રમુખ માયાવતીએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેમની પાર્ટી વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.માં સામેલ થશે નહીં. બસપાના વડાએ 2024ની લોકસભા ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી છે. માયાવતીએ આ જાહેરાત સાથે વિપક્ષી ગઠબંધનને મોટો ઝટકો આપ્યો છે. માયાવતીએ કહ્યું કે અમે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં પણ પોતાના દમ પર ચૂંટણી લડીશું. તમને જણાવી દઈએ કે, વિપક્ષના 26 પક્ષોએ મંગળવારે આગામી વર્ષની લોકસભા ચૂંટણી માટે પાયો નાખતા ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી ગઠબંધન (I.N.D.I.A.) નામના નવા જોડાણની જાહેરાત કરી હતી.



