Gold Rate Today: આ છે અમદાવાદ સહિત દેશના 12 શહેરોમાં આજના સોનાના ભાવ, જાણો કેટલું મોંઘુ થયું સોનું
Gold Rate Today: 19 જુલાઈએ દેશના મોટાભાગના શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 60,000ની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. દિલ્હીમાં 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂપિયા 60,280 અને 22 કેરેટનો રૂપિયા 55,280 હતો. જ્યારે ચાંદીના ભાવ લગભગ સપાટ રહ્યા હતા.
દેશના અન્ય શહેરોની વાત કરીએ તો ગુજરાતના અમદાવાદમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત 55,130 રૂપિયા છે અને 24 કેરેટ સોનાની કિંમત 60,130 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
Gold Rate Today: 19 જુલાઈએ દેશના મોટાભાગના શહેરોમાં 24 કેરેટ સોનાની કિંમત રૂપિયા 60,000ની ઉપર ટ્રેડ થઈ રહી છે. દિલ્હીમાં 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂપિયા 60,280 અને 22 કેરેટનો રૂપિયા 55,280 હતો. જ્યારે ચાંદીના ભાવ લગભગ સપાટ રહ્યા હતા. ચાંદીનો ભાવ આજે 77,700 રૂપિયા પ્રતિ કિલો હતો. અહીં જાણો 19 જુલાઈએ દેશના અલગ-અલગ રાજ્યોમાં સોનાના ભાવ શું હતા.
દેશના અન્ય શહેરોની વાત કરીએ તો ગુજરાતના અમદાવાદમાં 22 કેરેટ સોનાની છૂટક કિંમત 55,130 રૂપિયા છે અને 24 કેરેટ સોનાની કિંમત 60,130 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર ગ્લોબલ આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે, જો વૈશ્વિક અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો ઇન્વેસ્ટર્સ સોનાને સિક્યોર આશ્રયસ્થાન તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.