PM Modi: PM મોદીએ આજે ગાંધીનગરમાં 'PM સૂર્ય ઘર-મફત વીજળી યોજના'ના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ગાંધીનગરમાં ‘ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટર્સ મીટિંગ એન્ડ એક્ઝિબિશન’ (રી-ઈન્વેસ્ટ 2024)ની ચોથી આવૃત્તિનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે 140 કરોડ ભારતીયોએ દેશને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો સંકલ્પ કર્યો છે. પીએમે કહ્યું કે ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં અમે દેશના ઝડપી વિકાસ માટે દરેક ક્ષેત્રના પડકારોનો સામનો કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે અયોધ્યા માટે પણ મોટી જાહેરાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે અયોધ્યાને મોડલ સોલર સિટી બનાવવાનું કામ ચાલી રહ્યું છે.



