Parliament Monsoon Session: ઓપરેશન સિંદૂર: ‘આઝાદી બાદ આવું ક્યારેય નથી થયું’, ખડગેને નડ્ડાનો જવાબ
Parliament Monsoon Session: રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે જ્યારે દેશ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે સમગ્ર વિપક્ષ સરકારની સાથે ઉભો હતો. તેમણે બિનશરતી સમર્થનની વાત કરી. ખડગેએ એમ પણ કહ્યું કે જે આતંકવાદીઓ આપણા લોકોને મારીને ભાગી ગયા હતા તેઓ હજુ પણ ફરાર છે. તેમણે 'મધ્યસ્થી' અંગેના અમેરિકન રાષ્ટ્રપતિના નિવેદનને રાષ્ટ્રનું અપમાન ગણાવ્યું.
જે.પી. નડ્ડાએ રાજ્યસભામાં ખડગેના નિવેદનનો વિરોધ કરતાં કહ્યું, “ખડગે જીએ ઓપરેશન સિંદૂરની વિગતો પર ચર્ચા શરૂ કરી, જે નિયમ 267નું ઉલ્લંઘન છે.
Parliament Monsoon Session: રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઓપરેશન સિંદૂર અને પહેલગામ આતંકી હુમલા અંગે સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે જ્યારે દેશ પર આતંકી હુમલો થયો ત્યારે આખો વિપક્ષ એકજૂટ થઈને સરકારની સાથે ઊભો રહ્યો હતો. ખડગેએ કહ્યું કે કોંગ્રેસે બિનશરતી સમર્થન આપ્યું હતું, જેથી દેશ આતંકવાદ સામે એકતાથી લડી શકે. જોકે, તેમણે એમ પણ ઉમેર્યું કે જે આતંકીઓએ આપણા લોકોની હત્યા કરી, તેઓ હજુ પણ ફરાર છે અને તેમના પર કાર્યવાહી શા માટે નથી થઈ?
ખડગેનો અમેરિકી રાષ્ટ્રપતિના નિવેદન પર વાંધો
#MonsoonSession2025 | LoP Rajya Sabha Maliikarjun Kharge says, " I have given notice under Rule 267 on Pahalgam terror attack and Operation Sindoor. Till today, the terrorists have not been caught or neutralised. All parties extended unconditional support to the government. The… pic.twitter.com/kiaQROI2oG
ખડગેએ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું, “અમેરિકી રાષ્ટ્રપતિએ 24 વખત કહ્યું કે તેમણે ભારતમાં યુદ્ધ રોકવા માટે મધ્યસ્થી કરી. આ દેશ માટે અપમાનજનક છે.”
નડ્ડાનો ખડગેને જવાબ: ‘આઝાદી બાદ આવું ઓપરેશન નથી થયું’
Responding to LoP Rajya Sabha Maliikarjun Kharge, Union Minister JP Nadda says, "The government is ready for discussion on Operation Sindoor in the House..." pic.twitter.com/Hc74AeRU1F — ANI (@ANI) July 21, 2025
ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ રાજ્યસભામાં ખડગેના નિવેદનનો વિરોધ કરતાં કહ્યું, “ખડગે જીએ ઓપરેશન સિંદૂરની વિગતો પર ચર્ચા શરૂ કરી, જે નિયમ 267નું ઉલ્લંઘન છે. આ ચર્ચા નિયમ 167 હેઠળ થવી જોઈએ.” નડ્ડાએ ઉમેર્યું, “આઝાદી બાદ ઓપરેશન સિંદૂર જેવું ઓપરેશન ક્યારેય નથી થયું. અમે આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છીએ, પરંતુ બહાર એવું ખોટો સંદેશ ન જવું જોઈએ કે સરકાર ચર્ચા નથી ઇચ્છતી.”
ઓપરેશન સિંદૂર: શું છે આ મુદ્દો?
ઓપરેશન સિંદૂર 7 મે, 2025ના રોજ ભારતીય સેનાએ પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલાના જવાબમાં શરૂ કર્યું હતું. આ હુમલામાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા હતા. ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 આતંકી ઠેકાણાંઓ પર એરસ્ટ્રાઈક કરી, જેમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના હેડક્વાર્ટર્સનો સમાવેશ થાય છે. આ ઓપરેશનને ભારતના ઈતિહાસમાં અભૂતપૂર્વ ગણાવવામાં આવે છે.
શા માટે થયો વિવાદ?
ખડગેના નિવેદનથી રાજ્યસભામાં ગરમાગરમી સર્જાઈ. નડ્ડાએ ખડગેના આરોપોને નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું અને ઓપરેશન સિંદૂરની સફળતા પર ભાર મૂક્યો. આ ચર્ચા દરમિયાન બંને પક્ષો વચ્ચે તીખી નોકઝોક જોવા મળી, જેના કારણે રાજ્યસભા સ્થગિત કરવી પડી.