PM Modi Birthday: પીએમ મોદીના જન્મદિવસે દેશ-દુનિયામાંથી શુભેચ્છાઓનું ઘોડાપૂર, રાહુલ અને ખડગે સહિતના વિપક્ષી નેતાઓએ પણ પાઠવી શુભેચ્છા
PM Modi Birthday: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે દેશ-વિદેશમાંથી શુભેચ્છાઓનું ઘોડાપૂર આવ્યું છે. રાષ્ટ્રપતિ મુર્મુ, અમિત શાહ સહિત રાહુલ ગાંધી અને ખડગે જેવા વિપક્ષી નેતાઓએ પણ PM મોદીને દીર્ઘાયુની કામના કરી છે. જાણો આજના ખાસ કાર્યક્રમો વિશે.
PM Modi Birthday: આજે 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આ ખાસ અવસરે તેમને માત્ર દેશમાંથી જ નહીં, પરંતુ દુનિયાભરમાંથી શુભેચ્છાઓ મળી રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષથી લઈને કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમને બધાઈ આપી રહ્યા છે. રાજકીય મતભેદો ભૂલીને વિપક્ષના મોટા નેતાઓએ પણ પીએમ મોદીના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરી છે.
દેશભરમાં ખાસ કાર્યક્રમો અને 'સંકલ્પ સેવા અભિયાન'
પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે દેશના અનેક શહેરોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન તરીકે અને મુખ્યમંત્રી તરીકેની તેમની 25 વર્ષની જાહેર સેવાને બિરદાવવા માટે ભાજપ અને કેન્દ્રીય મંત્રીઓએ દેશવાસીઓને દીવડા પ્રગટાવીને આશીર્વાદ આપવાનું આહ્વાન કર્યું છે. આ ઉપરાંત, ભાજપ દ્વારા આજથી એટલે કે 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી દેશભરમાં 'સંકલ્પ સેવા અભિયાન' ની શરૂઆત કરવામાં આવી રહી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પાઠવી શુભેચ્છા
प्रधानमंत्री श्री @narendramodi जी को जन्मदिन की हार्दिक बधाई और शुभकामनाएं। विगत 25 वर्षों में मुख्यमंत्री और प्रधानमंत्री के कार्यकाल में आपने सुशासन के अनेक नए प्रतिमान स्थापित किए हैं तथा समावेशी विकास को अभूतपूर्व गति एवं नई दिशा प्रदान की है। सांस्कृतिक गौरव की भावना के साथ…
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની હાર્દિક બધાઈ. છેલ્લા 25 વર્ષોમાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં તમે સુશાસનના અનેક નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે અને સર્વસમાવેશક વિકાસને નવી દિશા આપી છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તમે સ્વસ્થ રહો અને રાષ્ટ્ર-નિર્માણના આ અભિયાનને સતત આગળ વધારતા રહો."
મલ્લિકાર્જુન ખડગે: કોંગ્રેસ અધ્યક્ષે લખ્યું, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઈશ્વર તેમને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ પ્રદાન કરે."
प्रधानमंत्री जी को जन्मदिन की बधाई और स्वस्थ एवं सक्रिय सार्थक जीवन के लिए शुभकामनाएँ! — Akhilesh Yadav (@yadavakhilesh) September 17, 2026
અખિલેશ યાદવ: સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ પીએમ મોદીને બધાઈ આપતા તેમના સ્વસ્થ અને સક્રિય જીવન માટે કામના કરી હતી.
अथक परिश्रम, त्याग और दूरदर्शिता के प्रतीक प्रधानमंत्री श्री @narendramodi जी को जन्मदिन की हार्दिक शुभकामनाएँ।
कर्म को साधना और राष्ट्रसेवा को जीवन का ध्येय बनाकर चलने वाले मोदी जी का जीवन तप, त्याग और अटूट संकल्प की गाथा है। सेवा और समर्पण से भरी उनकी यात्रा करोड़ों देशवासियों… — Amit Shah (@AmitShah) September 17, 2026
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પીએમ મોદીના જીવનને તપ અને ત્યાગની ગાથા ગણાવી છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રસેવાને જીવનનું લક્ષ્ય બનાવનાર પીએમ મોદીની યાત્રા કરોડો દેશવાસીઓ માટે પ્રેરણારૂપ છે. તેમના નેતૃત્વમાં દેશ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય ચોક્કસ હાંસલ કરશે.
प्रधानमंत्री श्री @narendramodi जी को जन्मदिवस की बहुत-बहुत शुभकामनाएँ। मोदी जी के नेतृत्व में भारत ‘विकसित भारत’ के लक्ष्य की ओर पूरे आत्मविश्वास के साथ आगे बढ़ रहा है। आधारभूत संरचना से लेकर डिजिटल कनेक्टिविटी तक, गरीब कल्याण से लेकर नवाचार और उद्यमिता तक, हमने हर क्षेत्र में… — Rajnath Singh (@rajnathsingh) September 17, 2026
રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારત આત્મવિશ્વાસ સાથે વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે. ડિજિટલ કનેક્ટિવિટીથી લઈને ગરીબ કલ્યાણ સુધી ભારતે ઐતિહાસિક પ્રગતિ કરી છે. ભાજપના નેતા નીતિન નવીને પણ 140 કરોડ દેશવાસીઓના નેતૃત્વકર્તા તરીકે પીએમ મોદીની પ્રશંસા કરી અને 'નેશન ફર્સ્ટ' ના તેમના સંકલ્પને બિરદાવ્યો.
મુખ્યમંત્રીઓએ આપ્યો વિકાસનો નવો રોડમેપ
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी ने अपने 25 वर्षों के सार्वजनिक जीवन में सेवा को साधना, सुशासन को संकल्प और राष्ट्र निर्माण को सर्वोपरि ध्येय बनाकर जन-जन के जीवन में परिवर्तन की नई चेतना जगाई है।
आज उनके 76वें जन्मदिवस के पावन अवसर पर बाबा विश्वनाथ की पावन नगरी वाराणसी… — Yogi Adityanath (@myogiadityanath) September 17, 2026
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે આજના દિવસને વિશેષ ગણાવતા જણાવ્યું કે, આજે વારાણસીથી 'સેવા સંકલ્પ અભિયાન' નો શુભારંભ થશે. સાથે જ લખનૌમાં વિશ્વકર્મા શ્રમ સન્માન યોજના 2.0 અંતર્ગત વિશ્વકર્મા સ્વરોજગાર અને સ્વદેશી મેળો 2026 આધારિત પ્રદર્શન તેમજ માર્જિન મની ઋણ પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવશે.
माँ भारती के अनन्य साधक, युवा, किसान और गरीब कल्याण हेतु सदैव समर्पित, विश्व पटल पर भारत का गौरव बढ़ाने वाले यशस्वी प्रधानमंत्री आदरणीय श्री @narendramodi जी को जन्मदिवस की हार्दिक बधाई एवं शुभकामनाएं। आपके मार्गदर्शन में भारत ने आत्मविश्वास, नवाचार और विकास की नई ऊंचाइयों को… pic.twitter.com/ad6vrkUKHA — Pushkar Singh Dhami (@pushkardhami) September 17, 2026
ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ પીએમ મોદીને બધાઈ આપતા બાબા કેદારના ચરણોમાં તેમના મંગલમય જીવન માટે પ્રાર્થના કરી હતી. તેમણે કહ્યું કે પીએમના નેતૃત્વમાં યુવાનો અને ખેડૂતો માટે નવી આશાઓ જન્મી છે.
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ
માત્ર મોટા નેતાઓ જ નહીં, પરંતુ દેશની સામાન્ય જનતા પણ પોતાના પ્રિય વડાપ્રધાનને જન્મદિવસની શુભકામનાઓ આપી રહી છે. સવારથી જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર #HappyBdayPMModi ટોપ પર ટ્રેન્ડ કરી રહ્યું છે, જેમાં લાખો લોકો જોડાઈ રહ્યા છે.