PM PRANAM Yojana: ખેડૂતો માટે સારા સમાચાર! PM પ્રણામ યોજનાને આજે કેબિનેટમાં મળી શકે છે મંજૂરી
PM પ્રણામ યોજના દ્વારા, સરકારનો હેતુ રાસાયણિક ખાતરો પર સબસિડીનો બોજ ઘટાડવાનો છે. વર્ષ 2022-23 સુધીમાં રૂપિયા 2.25 લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. વર્ષ 2021માં 1.62 લાખ કરોડ, જે 39 ટકા વધુ છે
આ ગ્રાન્ટમાં મળેલી 70% રકમનો ઉપયોગ ગ્રામ્ય, બ્લોક અને જિલ્લા સ્તરે વૈકલ્પિક ખાતર અને વૈકલ્પિક ખાતર ઉત્પાદન માટે એકમો સ્થાપવા માટે કરી શકાય છે.
PM PRANAM Yojana: કેન્દ્ર સરકાર રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવા માટે PM પ્રમોશન ઑફ અલ્ટરનેટ ન્યુટ્રિઅન્ટ્સ ફોર એગ્રીકલ્ચર મેનેજમેન્ટ યોજના (PM PRANAM) શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આજે આ યોજનાને કેબિનેટ તરફથી લીલી ઝંડી મળી શકે છે. આજે કેબિનેટ અને CCEA (ઈકોનોમિક અફેર્સ કેબિનેટ)ની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આ યોજના હેઠળ ખેતીમાં રાસાયણિક ખાતરના ઓછામાં ઓછા ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે. બીજી તરફ ખેડૂતો ખાતર વિના ખેતી તરફ આગળ વધે તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે. આ યોજના દ્વારા સરકાર રાસાયણિક ખાતરની સબસિડી ઘટાડવા પર ભાર મૂકશે. આ યોજના માટે કોઈ અલગ બજેટ રહેશે નહીં.
આજની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો થઈ શકે છે. જેમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે રાજ્યો સબસિડીમાં કાપ મૂકશે. તેમાંથી 50 ટકા તેને ગ્રાન્ટ તરીકે પરત કરવામાં આવશે. સાથે જ આ સબસિડીમાં થતી બચતનો ઉપયોગ ખાતર ક્ષેત્રે નવી ટેકનોલોજી પર કરવામાં આવશે.
ગ્રાન્ટમાં મળેલી રકમ ક્યાં ખર્ચાશે?
આ ગ્રાન્ટમાં મળેલી 70% રકમનો ઉપયોગ ગ્રામ્ય, બ્લોક અને જિલ્લા સ્તરે વૈકલ્પિક ખાતર અને વૈકલ્પિક ખાતર ઉત્પાદન માટે એકમો સ્થાપવા માટે કરી શકાય છે. બાકીના 30 ટકા નાણાનો ઉપયોગ આવા ખેડૂતો, પંચાયતો, કૃષિ ઉત્પાદક સંસ્થાઓ અને સ્વ-સહાય જૂથોને પ્રોત્સાહિત કરવા માટે કરી શકાય છે. જે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવામાં ફાળો આપે છે. આ સાથે જે લોકો આ માટે જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે તેના પર પણ પૈસા ખર્ચવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ધ્યેય રાસાયણિક ખાતરોની સબસિડીનો બોજ ઘટાડવાનો છે. એવો અંદાજ છે કે વર્ષ 2022-23માં આ સબસિડી 225 લાખ કરોડ રૂપિયા થઈ શકે છે. જે 2021ના રૂપિયા 1.62 લાખ કરોડ કરતાં 39 ટકા વધુ છે.
PM પ્રણામ યોજના શું છે?
PM પ્રણામ યોજના એ જમીન સુધારણા, જાગૃતિ, પોષણ અને સુધારા માટે ચલાવવામાં આવેલ એક કાર્યક્રમ છે. આ યોજનાનો ઉદ્દેશ્ય રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવા અને રસાયણોના સંતુલિત ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. જેથી ગ્રીન ડેવલપમેન્ટને પ્રોત્સાહન મળી શકે અને પર્યાવરણ પર પડતી નકારાત્મક અસર ઘટાડી શકાય.
ફાયદા
આ યોજના દ્વારા રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવાથી જમીનની ગુણવત્તામાં સુધારો થશે. ભારતમાં કૃષિ ઉપજ અને ઉત્પાદકતામાં વધારો થશે. કોમ્પ્રેસ્ડ બાયો ગેસના ઉપયોગને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે. જે કચરો ઘટાડવા અને સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરવામાં મદદ કરશે.