Cyclone Biparjoy: 14 જૂને ગુજરાતથી આ ખાસ સ્થળોએ જતી ટ્રેનો કેન્સલ, ચક્રવાત બિપરજોયને કારણે સર્વિસ ખોરવાઈ
ભારતીય રેલવેએ 14 જૂને પશ્ચિમ રેલવેના અમુક રૂટ પરથી પસાર થતી ટ્રેનોને કેન્સલ કરી છે. ભારતના વિવિધ શહેરોમાંથી ઉપડતી એક્સપ્રેસ, મેમુ અને શતાબ્દી ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે. જો તમે પણ ભારતીય રેલ્વે દ્વારા મુસાફરી કરવાની તૈયારી કરી રહ્યા છો, તો તમે NTES-ની મુલાકાત લઈને દેશના ખૂણે ખૂણે બધી કેન્સલ કરાયેલી ટ્રેનો વિશે માહિતી મેળવી શકો છો.
જો તમે પણ ભારતીય રેલ્વે દ્વારા મુસાફરી કરવાની તૈયારી કરી રહ્યા છો, તો તમે NTES-ની મુલાકાત લઈને દેશના ખૂણે ખૂણે બધી કેન્સલ કરાયેલી ટ્રેનો વિશે માહિતી મેળવી શકો છો.
Cyclone Biparjoy: ભારતીય રેલવેએ જૂનમાં પણ ઘણા રૂટ પર ચાલતી ટ્રેનો કેન્સલ કરી દીધી છે. ચક્રવાત બિપરજોયના વિનાશને કારણે, ગુજરાત પશ્ચિમ રેલ્વેએ ઘણી ટ્રેનો કેન્સલ કરી છે. પશ્ચિમ રેલવે મુસાફરોની સુરક્ષા માટે તમામ તકેદારી લઈ રહી છે. આ ઉપરાંત ઘણા માર્ગો પર વિકાસ અને સમારકામના કામને જોતા સેવાઓ ખોરવાઈ જશે. ટ્રેન ટિકિટ બુક કરાવતા પહેલા અપડેટ્સ જાણો -
પશ્ચિમ રેલવેએ આ રૂટની ટ્રેનોને કેન્સલ કરી દીધી છે.
09480 ઓખા-રાજકોટ અનરિઝર્વ્ડ સ્પેશિયલ 14 થી 16 જૂન
09479 રાજકોટ-ઓખા અનરિઝર્વ્ડ સ્પેશિયલ 14 જૂનથી 15 જૂન સુધી
19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસ 14મી જૂનથી 15મી જૂન સુધી
19252 ઓખા-વેરાવળ એક્સપ્રેસ 14મી જૂનથી 15મી જૂન સુધી
09524 દિલ્હી સરાઈ રોહિલ્લા - ઓખા સ્પેશિયલ 14 જૂન
19209 ભાવનગર ટર્મિનસ - ઓખા એક્સપ્રેસ 14 જૂન સુધી
19210 ઓખા - ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ 14 જૂન સુધી
09522 વેરાવળ-રાજકોટ એક્સપ્રેસ 14મી જૂનથી 15મી જૂન સુધી
09521 રાજકોટ-વેરાવળ એક્સપ્રેસ 14 જૂનથી 15 જૂન સુધી
22957 અમદાવાદ-વેરાવળ 14મી જૂનથી 14મી જૂન સુધી
22958 વેરાવળ-અમદાવાદ 14 જૂનથી 15 જૂન સુધી
19119 અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી 14મી જૂનથી 15મી જૂન સુધી
19120 વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી 14મી જૂનથી 15મી જૂન સુધી
19207 પોરબંદર-વેરાવળ એક્સપ્રેસ 14મી જૂનથી 15મી જૂન સુધી
19208 વેરાવળ-પોરબંદર એક્સપ્રેસ 14મી જૂનથી 15મી જૂન સુધી
ટ્રેન સંબંધિત માહિતી માટે આ વેબસાઇટની મુલાકાત લો -
જો તમે પણ તમારા રૂટ પર ચાલતી ટ્રેનો સંબંધિત કોઈપણ માહિતી મેળવવા માંગતા હો, તો તમે NTES (નેશનલ ટ્રેન ઈન્ક્વાયરી સિસ્ટમ) ની વેબસાઈટ પર જઈને ડાયવર્ટ રૂટ અને કેન્સલ કરાયેલી ટ્રેનો વિશે માહિતી મેળવી શકો છો. તમારે ફક્ત વેબસાઇટની મુલાકાત લઈને તમારો ટ્રેન નંબર અથવા ટ્રેનનું નામ લખવાની જરૂર છે. આ પછી તમને ટ્રેન સંબંધિત તમામ માહિતી મળી જશે.