Form-6, SIR અને CEC જ્ઞાનેશ કુમાર સામે સુપ્રીમ કોર્ટમાં નવી અરજી! ચૂંટણી પંચને 48 તીખા સવાલો પૂછશે I.N.D.I.A. ગઠબંધન | Moneycontrol Gujarati
Get App

Form-6, SIR અને CEC જ્ઞાનેશ કુમાર સામે સુપ્રીમ કોર્ટમાં નવી અરજી! ચૂંટણી પંચને 48 તીખા સવાલો પૂછશે I.N.D.I.A. ગઠબંધન

વોટ ચોરી અને મતદાર યાદીમાં ગેરરીતિના આરોપો વચ્ચે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરી ચૂંટણી પંચને SIR, Form-6 અને ECINET અંગે 48 સવાલો પૂછવાની મંજૂરી માંગી છે.

અપડેટેડ 04:45:57 PM Nov 16, 2026 પર
Story continues below Advertisement
ઓનલાઈન Form-6 અને પશ્ચિમ બંગાળની અપીલોનો માંગ્યો હિસાબ

ચૂંટણીમાં કથિત વોટ ચોરી અને મતદાર યાદીમાં ગેરરીતિના આરોપો સાથે જોડાયેલા મામલામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં એક નવી અરજી દાખલ કરી છે. આ અરજીમાં તેમણે ચૂંટણી પંચને 48 સવાલો પૂછવાની કોર્ટ પાસે મંજૂરી માંગી છે. રાહુલ ગાંધી અને I.N.D.I.A. ગઠબંધન સાથે જોડાયેલા અન્ય અરજીકર્તાઓએ સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરી છે કે મુખ્ય ચૂંટણી કમિશનર  જ્ઞાનેશ કુમાર સહિત ત્રણેય ચૂંટણી કમિશનરો અને પંચના અધિકારીઓને સોગંદનામા દ્વારા આ સવાલોના જવાબ આપવાનો નિર્દેશ આપવામાં આવે.

આ અરજીમાં દેશભરમાં મતદાર યાદીના 'સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન', Form-6 અને ECINET સિસ્ટમને લઈને મુખ્ય ચૂંટણી કમિશનર તેમજ બંને ચૂંટણી કમિશનરોની ભૂમિકા સામે અનેક ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

SIR શરૂ કરવાના નિર્ણય અને ત્રણેય કમિશનરોની સહમતિ પર સવાલ


અરજીકર્તાઓએ માંગ કરી છે કે દેશભરમાં મતદાર યાદીની SIR પ્રક્રિયા શરૂ કરવા પાછળનો સત્તાવાર રેકોર્ડ સામે આવવો જોઈએ.

નિર્ણય ક્યારે અને કેવી રીતે લેવાયો?: અરજીમાં પૂછવામાં આવ્યું છે કે દેશભરમાં SIR શરૂ કરવાનો નિર્ણય ચૂંટણી પંચે સંયુક્ત રીતે ક્યારે અને કેવી રીતે લીધો હતો? શું આ નિર્ણય પર ત્રણેય ચૂંટણી કમિશનરોની સહમતિ હતી? જો સહમતિ હતી, તો તેને લગતા દસ્તાવેજો અને ફાઈલો ક્યાં છે?

કમિશનરો વચ્ચે મતભેદ: ચૂંટણી પંચે અગાઉ જવાબ આપ્યો હતો કે SIR ના આદેશો તમામ સભ્યોની સહમતિથી જારી કરાયા હતા. અરજીકર્તાઓએ પૂછ્યું છે કે આ સહમતિ કઈ તારીખે અને કઈ બેઠકમાં સધાઈ હતી? શું કોઈ ચૂંટણી કમિશનરે SIR, ECINET કે Form-6 બાબતે લેખિતમાં પોતાનો વિરોધ કે અસંમતિ નોંધાવી હતી? અને શું કોઈ નિર્ણય બહુમતીના આધારે લેવાયો હતો?

ECINET અને ERONET સિસ્ટમને લઈને પૂછ્યા 15 સવાલો

અરજીમાં ચૂંટણી પંચની ટેકનિકલ સિસ્ટમ ECINET અને ERONET અંગે પણ 15 જેટલા સવાલો પૂછવામાં આવ્યા છે.

આ સિસ્ટમ તૈયાર કરવાની અને તેમાં ફેરફાર કરવાની મંજૂરી કોણે આપી હતી? મતદાર યાદીમાં નામ ઉમેરવા, કમી કરવા કે બદલવાની સત્તા કયા અધિકારીઓ પાસે છે?શું કોઈ ખાનગી કંપની, કોન્ટ્રાક્ટર કે સર્વિસ પૂરી પાડતી એજન્સીના કર્મચારીને પણ મતદાર યાદીના ડેટામાં ફેરફાર કરવાની પરવાનગી આપવામાં આવી હતી? મતદાર યાદીમાં થતા દરેક ફેરફારનો ડિજિટલ રેકોર્ડ રાખવામાં આવે છે કે નહીં? જો કોઈ મતદારનું નામ કાઢી નાખવામાં આવે કે ફરીથી ઉમેરવામાં આવે, તો તેની વિગતો સિસ્ટમમાં સુરક્ષિત રહે છે કે નહીં?

ઓનલાઈન Form-6 અને પશ્ચિમ બંગાળની અપીલોનો માંગ્યો હિસાબ

Form-6 ના ઘોષણાપત્ર પર સવાલ: ઓનલાઈન Form-6 માં ઉમેરવામાં આવેલા ઘોષણાપત્રને સામેલ કરવાનો નિર્ણય કયા અધિકારીએ લીધો હતો અને પંચે તેને ક્યારે મંજૂરી આપી હતી? આ ઘોષણાપત્રના કારણે કેટલી ઓનલાઈન અરજીઓ રદ થઈ, કેટલી પેન્ડિંગ રહી અને કેટલી અરજીઓ પર કોઈ કાર્યવાહી જ ન થઈ તેની વિગતો માંગવામાં આવી છે.

પશ્ચિમ બંગાળનો મામલો: પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીમાં નામ ઉમેરવાના પક્ષમાં ન્યાયિક અધિકારીઓએ આપેલા આદેશો સામે કુલ કેટલી અપીલો દાખલ કરવામાં આવી? આ અપીલો દાખલ કરવાનો નિર્ણય કયા અધિકારીનો હતો, શું તેના માટે પંચની મંજૂરી લેવાઈ હતી અને હાલમાં આ અપીલોની સ્થિતિ શું છે તેનો હિસાબ માંગવામાં આવ્યો છે.

કયા અધિકારીઓ પાસે સોગંદનામા પર માંગવામાં આવ્યો જવાબ?

અરજીકર્તાઓએ સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે,,ચૂંટણી પંચ વતી અગાઉ જવાબ રજૂ કરનારા ડેપ્યુટી ઈલેક્શન કમિશનર ભાનુ પ્રકાશ યેતુરુ આ સવાલોના જવાબ આપે.જે સવાલો સીધા જ મુખ્ય ચૂંટણી કમિશનર અને બંને ચૂંટણી કમિશનરોની વ્યક્તિગત મંજૂરી કે સહમતિ સાથે જોડાયેલા છે, તેના જવાબ સંબંધિત કમિશનરો પોતે સોગંદનામા પર આપે. ECINET સાથે જોડાયેલા ટેકનિકલ સવાલોના જવાબ ચૂંટણી પંચના ડાયરેક્ટર જનરલ પાસેથી લેવામાં આવે.અરજીકર્તાઓનું કહેવું છે કે ચૂંટણી પંચ પાસે આ તમામ સવાલોને લગતા સત્તાવાર રેકોર્ડ્સ ઉપલબ્ધ છે અને તેના જવાબો સામે આવવાથી જ સુપ્રીમ કોર્ટ સમક્ષ સમગ્ર મામલાનું સાચું ચિત્ર સ્પષ્ટ થઈ શકશે.

આ પણ વાંચો-Punjab Election 2027: પંજાબમાં ફરી સાથે આવશે ભાજપ અને અકાલી દળ? ગુરુ નાનક જયંતી પર થઈ શકે છે ગઠબંધનની જાહેરાત

MoneyControl News

MoneyControl News

First Published: Nov 16, 2026 4:45 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.