શિવસેના શિંદે જૂથના નેતાઓએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને સોનિયા ગાંધીના પુસ્તક પર આકરા પ્રહારો કર્યા હતા અને સોનિયા ગાંધીની સાથે ઉદ્ધવ ઠાકરેને પણ નિશાને લીધા હતાય
Sonia Gandhi Book Controversy: કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીના પુસ્તકને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. શિવસેનાના નેતાઓએ આ પુસ્તકમાં વીર સાવરકર અને બાળાસાહેબ ઠાકરેનું અપમાન કરવામાં આવ્યું હોવાનો ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે. શિંદે જૂથના નેતાઓએ ખાસ કરીને પુસ્તકના પેજ નંબર 201 સામે સખત વાંધો ઉઠાવ્યો છે અને સમગ્ર મહારાષ્ટ્રમાં આ પુસ્તક પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
શું છે સમગ્ર મામલો? પેજ નંબર 201 પર કેમ ભડક્યું શિંદે જૂથ?
શિવસેના શિંદે જૂથના નેતાઓએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને સોનિયા ગાંધીના પુસ્તક પર આકરા પ્રહારો કર્યા હતા અને સોનિયા ગાંધીની સાથે ઉદ્ધવ ઠાકરેને પણ નિશાને લીધા હતા:
શિંદે જૂથના નેતાઓનું કહેવું છે કે સોનિયા ગાંધીના પુસ્તકના પેજ નંબર 201 પર જે લખવામાં આવ્યું છે તે બાળાસાહેબ ઠાકરે અને સમગ્ર મહારાષ્ટ્રનું અપમાન છે. નેતાઓએ આરોપ લગાવ્યો કે પુસ્તકમાં સોનિયા ગાંધીએ લખ્યું છે કે વીર સાવરકરે અંગ્રેજોની માફી માંગી હતી અને અંગ્રેજોને પત્રો લખ્યા હતા. શિંદે જૂથે ઉદ્ધવ ઠાકરેને ઘેરતા કહ્યું કે, પુસ્તકમાં વીર સાવરકર અને મહારાષ્ટ્રનું અપમાન કરવામાં આવ્યું હોવા છતાં ઉદ્ધવ ઠાકરેએ આ મુદ્દે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી. ઉલટાનું, તેઓ તો કોંગ્રેસના નેતાઓના હાથમાંથી ખુશ થઈને આ પુસ્તક સ્વીકારી રહ્યા છે.
'પુસ્તકનું નામ Belonging of Jihad હોવું જોઈએ': પુસ્તક ફાડીને નોંધાવ્યો વિરોધ
શિવસેના શિંદે જૂથના નેતાઓએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, "આ પુસ્તક હિન્દુત્વ વિરોધી હોવાથી તેનું નામ 'Belonging of Love' નહીં, પરંતુ 'Belonging of Jihad' હોવું જોઈએ. મહારાષ્ટ્રની ધરતી પર વીર સાવરકરનું અપમાન ક્યારેય સહન કરવામાં આવશે નહીં." આ દરમિયાન શિંદે જૂથના નેતાઓએ સોનિયા ગાંધીનું પુસ્તક ફાડીને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને મહારાષ્ટ્ર સરકાર પાસે તેના પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.
#WATCH | Mumbai: Shiv Sena leaders Shaina NC, Sanjay Nirupam, Anand Dubey and others protested against Sonia Gandhi's book Belonging, accusing it of whitewashing history and denigrating Veer Savarkar. During the demonstration, they tore pages from the book and demanded that publisher HarperCollins remove passages on pages 201 and 443
આ વિવાદ પર શિવસેના નેતા સંજય નિરુપમ અને આનંદ દુબેના નિવેદનો પણ સામે આવ્યા છે.
સંજય નિરુપમ: તેમણે કહ્યું, "આજે ઉદ્ધવ ઠાકરેને અમારો સીધો સવાલ છે કે જે સોનિયા ગાંધીના પુસ્તકમાં વીર સાવરકરનું અપમાન કરવામાં આવ્યું છે, તેમની વિરુદ્ધ ઉદ્ધવના મોઢામાંથી એક શબ્દ પણ કેમ નીકળતો નથી? અમે આ પુસ્તકનો સખત વિરોધ કરીએ છીએ અને મહારાષ્ટ્ર સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ કે આખા રાજ્યમાં આ પુસ્તક પર પ્રતિબંધ લગાવવામાં આવે."
આનંદ દુબે: તેમણે પ્રહાર કરતા કહ્યું કે, "આ પુસ્તકમાં ઝેર ભરેલું છે. વીર સાવરકરે દેશ માટે આટલી બધી યાતનાઓ સહન કરી છે અને તેમના વિશે આ પુસ્તકમાં આવી વાતો લખવામાં આવી છે."
ઉલ્લેખનીય છે કે આ પહેલાં સોનિયા ગાંધીના બુક લોન્ચ કાર્યક્રમમાં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ પહોંચ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા, જેને લઈને પણ રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી.