રાજકીય પાર્ટીઓને બ્લેક મનીનું ડોનેશન આપનારાઓના હવે ભોપાળા છૂટા પડશે! 2283 કરોડના કૌભાંડમાં CID અને ઈન્કમટેક્સની મેગા ડ્રાઈવ | Moneycontrol Gujarati
Get App

રાજકીય પાર્ટીઓને બ્લેક મનીનું ડોનેશન આપનારાઓના હવે ભોપાળા છૂટા પડશે! 2283 કરોડના કૌભાંડમાં CID અને ઈન્કમટેક્સની મેગા ડ્રાઈવ

Political Party Scam Gujarat: ગુજરાતમાં 4 રાજકીય પાર્ટીઓના 2283 કરોડના કાળા નાણાંને સફેદ કરવાના કૌભાંડમાં મોટો વળાંક. CID ક્રાઈમ અને ઈન્કમટેક્સે 80 હજારથી વધુ ડોનેશન આપનારાઓ સામે ગાળિયો કસ્યો. જાણો લેટેસ્ટ અપડેટ.

અપડેટેડ 10:56:29 AM Sep 28, 2026 પર
Story continues below Advertisement
ઈન્કમટેક્સ વિભાગે એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ગાંધીનગર, અમદાવાદ અને વિદ્યાનગરના સરનામે રજિસ્ટર્ડ થયેલી 4 રાજકીય પાર્ટીઓએ રાજકીય કામો માટે નહીં, પરંતુ માત્ર કાળા નાણાંને સફેદ કરવા (Black to White) માટે જ મોટો ખેલ પાડ્યો હતો.

Political Party Scam Gujarat: જો તમે પણ કોઈ રાજકીય પાર્ટીને ડોનેશન આપ્યું છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. ગુજરાતમાં રાજકીય પાર્ટીઓના નામે કાળા નાણાંને સફેદ કરવાના એક મહા કૌભાંડનો પર્દાફાશ થયો છે. અત્યાર સુધી માત્ર પાર્ટીના પ્રમુખો જ તપાસના રડારમાં હતા, પરંતુ હવે રાજકીય પક્ષોને બ્લેક મની ડોનેશન તરીકે આપનારા લોકો સામે પણ કડક કાર્યવાહીનો તખ્તો તૈયાર થઈ ગયો છે.

શું છે સમગ્ર 2283 કરોડનો મામલો?

તાજેતરમાં જ ઈન્કમટેક્સ વિભાગે એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ગાંધીનગર, અમદાવાદ અને વિદ્યાનગરના સરનામે રજિસ્ટર્ડ થયેલી 4 રાજકીય પાર્ટીઓએ રાજકીય કામો માટે નહીં, પરંતુ માત્ર કાળા નાણાંને સફેદ કરવા (Black to White) માટે જ મોટો ખેલ પાડ્યો હતો. આ કૌભાંડનો આંકડો 2283 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે. ઈન્કમટેક્સે આ પાર્ટીઓના પ્રમુખો અને તેમના મળતિયાઓનો ભાંડો ફોડ્યો છે.

ડોનેશન આપનારા 80 હજાર લોકોનું લિસ્ટ તૈયાર

હવે આ કેસમાં પોલીસ અને CID ક્રાઈમની એન્ટ્રી થઈ છે. તપાસ એજન્સીઓ માત્ર પાર્ટીના સંચાલકો સુધી અટકવા માંગતી નથી, પરંતુ જે લોકોએ કરોડો રૂપિયાનું કાળું નાણું પક્ષોના ખાતામાં પધરાવ્યું છે તેમની પણ ઊલટતપાસ થશે. CID ક્રાઈમે ઈન્કમટેક્સ પાસેથી ડોનેશન આપનારા આશરે 80 હજારથી વધુ લોકોની યાદી મેળવી લીધી છે અને સઘન તપાસ શરૂ કરી દીધી છે.


આ તપાસની મુખ્ય હાઈલાઈટ્સ નીચે મુજબ છે:

મોટા માથાઓની સંડોવણી: આ ડોનેશન આપનારાઓના લિસ્ટમાં કોઈ સામાન્ય માણસો નથી, પરંતુ મોટા બિલ્ડરો, નામી રાજકારણીઓ અને મોટા વેપારીઓ સામેલ હોવાનું ખૂલ્યું છે.

એક્શન પ્લાન તૈયાર: 2283 કરોડના આ કૌભાંડમાં CID અને ઈન્કમટેક્સ વિભાગે એક સંયુક્ત એક્શન પ્લાન બનાવ્યો છે. ઈન્કમટેક્સ ટેક્સ ચોરીની કાર્યવાહી કરશે, જ્યારે પોલીસ સીધી ધરપકડ કરવા સુધીના પગલાં લેશે.

મોટી રકમ પર ફોકસ: 80 હજાર લોકોમાંથી હાલમાં જે લોકોએ એક ચોક્કસ મોટી રકમથી વધુનું ડોનેશન આપ્યું છે, તેમનું લિસ્ટ અલગ તારવીને તેમની કડક પૂછપરછ કરવામાં આવશે.

અન્ય રાજ્યોનું કનેક્શન: આ ડોનેશન માત્ર અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ કે સુરતમાંથી જ નથી આવ્યું, પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ ફંડિંગ થયું છે. આથી, તપાસને ઝડપી બનાવવા અન્ય રાજ્યોની પોલીસની પણ મદદ લેવામાં આવશે અને CID પોતાની સ્પેશિયલ ટીમો બનાવશે.

આ કૌભાંડ માત્ર 4 પાર્ટીઓ પૂરતું સીમિત નથી. ઈન્કમટેક્સ વિભાગની નજરમાં રાજ્યની અન્ય કેટલીક રાજકીય પાર્ટીઓ પણ આવી ગઈ છે. હાલ આ અંગેનો એક ગુપ્ત રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે અને આવનારા દિવસોમાં હજુ પણ અનેક મોટા નામો પર સકંજો કસાય તેવી પૂરેપૂરી શક્યતા છે. કાળા નાણાંના ખેલાડીઓ માટે હવે બચવાનો કોઈ રસ્તો દેખાઈ રહ્યો નથી.

આ પણ વાંચો- ગુજરાત જળ સંકટ કે રાહત? 108 જળાશયોમાં 50%થી ઓછું પાણી, જાણો સરદાર સરોવર સહિત તમારા વિસ્તારના ડેમની લેટેસ્ટ સ્થિતિ

MoneyControl News

MoneyControl News

First Published: Sep 28, 2026 10:56 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.