‘VIP ને માર્ક કરો’: BLO એપના નવા ફીચર અને SSR મુદ્દે ચૂંટણી પંચની મોટી સ્પષ્ટતા, જાણો સમગ્ર મામલો | Moneycontrol Gujarati
Get App

‘VIP ને માર્ક કરો’: BLO એપના નવા ફીચર અને SSR મુદ્દે ચૂંટણી પંચની મોટી સ્પષ્ટતા, જાણો સમગ્ર મામલો

ચૂંટણી પંચે BLO એપના 'Mark VIP' ફીચર અને SSR મુદ્દે ચાલી રહેલા વિવાદ પર મોટી સ્પષ્ટતા કરી છે. જાણો શા માટે આ નવું ફીચર ઉમેરાયું અને નવા મતદારો અંગે ECI એ શું કહ્યું.

અપડેટેડ 05:00:42 PM Sep 25, 2026 પર
Story continues below Advertisement
ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે BLO એપમાં VIP ની ઓળખ કરવા માટે ઉમેરવામાં આવેલું આ ફીચર કોઈ નવો મુદ્દો નથી. આ અંગે પંચે અગાઉ 24-6-2026 ના રોજ એક પરિપત્ર પણ બહાર પાડ્યો હતો.

હાલમાં દેશના 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા દરમિયાન બૂથ લેવલ ઓફિસર જે એપનો ઉપયોગ કરે છે, તેમાં એક નવું ફીચર 'Mark VIP' ઉમેરવામાં આવ્યું છે. આ નવા ફીચરને લઈને લોકોમાં ઘણી ચર્ચાઓ અને સવાલો ઉભા થયા હતા. હવે આ 'VIP વોટર એપ' અને સ્પેશિયલ સમરી રિવિઝન અંગે ચૂંટણી પંચે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી છે.

'Mark VIP' ફીચર અંગે ચૂંટણી પંચે શું કહ્યું?

ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે BLO એપમાં VIP ની ઓળખ કરવા માટે ઉમેરવામાં આવેલું આ ફીચર કોઈ નવો મુદ્દો નથી. આ અંગે પંચે અગાઉ 24-6-2026 ના રોજ એક પરિપત્ર પણ બહાર પાડ્યો હતો.

કોનો સમાવેશ થાય છે VIPમાં?

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, નીચે મુજબના લોકોનો VIP માં સમાવેશ કરવામાં આવ્યો છે.


ન્યાયતંત્ર સાથે જોડાયેલા સભ્યો

જનપ્રતિનિધિઓ (નેતાઓ)

સરકારી કે જાહેર હોદ્દો ધરાવતા વ્યક્તિઓ

કળા, સંસ્કૃતિ, પત્રકારત્વ, રમતગમત અને જનસેવા ક્ષેત્રની જાણીતી હસ્તીઓ

આ તમામે તમામ લોકોના નામ, જે અગાઉથી જ મતદાર ડેટાબેઝમાં નોંધાયેલા હતા, તેમને ડ્રાફ્ટ મતદાર યાદીમાં સામેલ કરવાના છે. આનો મુખ્ય હેતુ એ છે કે જ્યારે દાવા અને વાંધા અરજીઓનો સમય આવે, ત્યારે તેમની પાસેથી જરૂરી દસ્તાવેજો સરળતાથી એકત્રિત કરી શકાય.

આ ફીચર લાવવાનું મુખ્ય કારણ શું?

ચૂંટણી પંચે જણાવ્યું કે બિહારમાં જ્યારે SIRની પ્રક્રિયા થઈ, ત્યારે ઘણા VIP લોકોને નોટિસ મોકલવામાં આવી હતી. આ બાબતે મીડિયામાં ખૂબ ચર્ચા જગાવી હતી અને ઘણા વિવાદો સર્જાયા હતા. આવી પરિસ્થિતિ ભવિષ્યમાં ન સર્જાય અને પ્રક્રિયા સરળ રહે તે માટે જ ચૂંટણી પંચે આ 'Mark VIP' નો નિર્ણય લીધો છે.

નવા મતદારો અને SSR મુદ્દે પંચનો ખુલાસો

માર્કેટમાં એવી વાતો ચાલી રહી હતી કે SSR ન થવાને કારણે 18 વર્ષ પૂરા કરનાર નવા યુવાનો મતદાનથી વંચિત રહી ગયા છે. ચૂંટણી પંચે આ દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે.

પંચે કહ્યું કે, નવા મતદારોને યાદીમાં જોડવા એ આખું વર્ષ સતત ચાલતી પ્રક્રિયા છે. ભલે SSR ન થયું હોય, પણ કામગીરી અટકી નહોતી. જૂન 2025 થી જૂન 2026 સુધીના સમયગાળામાં પંચે 2.5 કરોડ જેટલા નવા મતદારો નોંધ્યા છે.

SSR કેમ ન થયું?

ચૂંટણી પંચના મોટાભાગના કર્મચારીઓ SIRની પ્રક્રિયામાં વ્યસ્ત હતા, જેના કારણે SSR પ્રક્રિયા થઈ શકી નહોતી. પરંતુ પંચે ખાતરી આપી છે કે આનાથી 18 વર્ષના નવા મતદારોના નામ ઉમેરવાની પ્રક્રિયા પર કોઈ જ નકારાત્મક અસર પડી નથી.

આ પણ વાંચો-બીજા શહેરમાં શિફ્ટ થયા છો? ઘરે બેઠા ઓનલાઈન બદલો ડ્રાઇવિંગ લાઇસન્સનું સરનામું, જાણો પૂરી પ્રોસેસ

MoneyControl News

MoneyControl News

First Published: Sep 25, 2026 5:00 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.