Maharashtra News: મહારાષ્ટ્ર ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે રોકડની વહેંચણી કરવાના આરોપોમાં ઘેરાયેલા ભાજપના મહાસચિવ વિનોદ તાવડેએ સ્પષ્ટતા આપી છે. તેમણે પૂછ્યું કે શું હું એટલો મૂર્ખ છું કે વિપક્ષી નેતાની હોટેલમાં રોકડ લઈ જઈશ અને ત્યાં પૈસા વહેંચીશ. તેમણે કહ્યું કે હું નિયમોને સમજું છું અને આવું કંઈ કર્યું નથી. મંગળવારે બહુજન વિકાસ આઘાડીના નેતા હિતેન્દ્ર ઠાકુરે તાવડે પર વિરારની એક હોટલમાં 5 કરોડ રૂપિયા રોકડા લઈને પહોંચવાનો આરોપ લગાવ્યો હતો. ઠાકુર પોતાના કાર્યકર્તાઓ સાથે આ હોટલમાં પહોંચ્યા હતા અને ભારે હોબાળો થયો હતો. આ હોટેલ મુંબઈથી લગભગ 60 કિલોમીટર દૂર આવેલી છે.