પ્રોપર્ટી ગુરૂ: રિયલ એસ્ટેટ કઇ રીતે થઇ શકે પર્યાવરણને સુસંગત? - Property Guru: How can real estate become environmentally friendly? | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરૂ: રિયલ એસ્ટેટ કઇ રીતે થઇ શકે પર્યાવરણને સુસંગત?

કલિંગ પોર્વાલના મતે રિયલ એસ્ટેટ પર્યાવરણ સંવધર્નમાં મોટો ફાળો આપી શકે. રિયલ એસ્ટેટ સસ્ટનેબલ એનર્જી અંગે જાગૃતતા લાવી શકે છે.

અપડેટેડ 03:37:25 PM Jun 03, 2023 પર
Story continues below Advertisement
અનુપ ભાર્ગવાના મતે ડેવલપર્સ કોસ્ટ બેનિફિટ અનાલિસિસ કરવુ પડશે. લોંગ ટર્મ માટે ગ્રીન ઇનીસ્યેટીવ પ્રોજેક્ટ માટે ફાયદા કારક છે.

એમ્પાયર સેન્ટ્રમના CEO & ડિરેક્ટર અનુપ ભાર્ગવાનું કહેવુ છે કે પ્રોજક્ટમાં એનર્જી અફસિયન્સી વાળી ડિઝાઇનિંગનો ઉપયોગ થવો જોઇએ. રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ રિયલ એસ્ટેટમાં થવો જોઇએ. સોલાર એનર્જીનો ઉપયોગ, વોટર કન્ઝર્વેશનના પ્રયાસ થવા જોઇએ. રેન વોટર હાર્વેસ્ટિંગ દરેક પ્રોજેક્ટમાં હોવુ જોઇએ.

અનુપ ભાર્ગવાના મતે ડેવલપર્સ કોસ્ટ બેનિફિટ અનાલિસિસ કરવુ પડશે. લોંગ ટર્મ માટે ગ્રીન ઇનીસ્યેટીવ પ્રોજેક્ટ માટે ફાયદા કારક છે. સરકાર ગ્રીન પ્રોજેક્ટ માટે અમુક ખાસ રાહતો પણ આપતી હોય છે. ગ્રીન પ્રોજેક્ટની કિંમતો પણ સારી મળતી હોય છે.

રેન્યુઅલ એનર્જીનો કઇ રીતે ઉપયોગ થઇ શકે? આ સવાલના જવાબ અનુપ ભાર્ગવાએ કહ્યુ કે સોલાર પાવર પેનલ વગેરેનો ઉપયોગ થવો જોઇએ. વપરાશ જેટલી એનર્જી પ્રોજેક્ટમાં બને તેવા પ્રયાસ થવા જોઇએ. ઓછુ પાણી વપરાય એવા સાધનોનો ઉપયોગ થવો જોઇએ. વેટ વેસ્ટ મેનેજમેન્ટ પર પણ ધ્યાન અપાઇ શકે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટેની વ્યવસ્થા થવી જોઇએ. પાણીનો દુરઉપયોગ ન થાય તેની કાળજી લેવી જોઇએ. આવા પ્રયાસોથી પ્રોપર્ટીની વેલ્યુ વધતી જોવા મળશે.


અર્બન પ્લાનિંગ અને ઝોનિંગ કેટલુ મહત્વનું? આ સવાલના જવાબમાં અનુપ ભાર્ગવાએ કહ્યુ મિક્સ યુઝ ડેવલપમેન્ટ કરી શકાય છે. જેનાથી કમ્યુટને માટે થતા એનર્જીનો યુઝ ઘટશે. વર્ટિકલ ગાર્ડન, વર્ટિકલ ગ્રીન વોલ બનાવી શકે છે. પ્રોજેકટમાં ગ્રીન સ્પેસ વધારી શકાય. ટાઉનશિપ પ્રોજેક્ટને અફોર્ડેબલ અને સસ્ટેનેબલ બનાવી શકાય. નેચરલ રિસોર્સને કન્ઝર્વ કરી શકાય તેવા પ્રયાસ કરવા જોઇએ.

ગ્રીન ટેકનોલોજીનો કેટલો ઉપયોગ

ડાઉનટાઉન લાઇફસ્પેસના ડિરેક્ટર કલિંગ પોર્વાલના મતે રિયલ એસ્ટેટ પર્યાવરણ સંવધર્નમાં મોટો ફાળો આપી શકે. રિયલ એસ્ટેટ સસ્ટનેબલ એનર્જી અંગે જાગૃતતા લાવી શકે છે. ગ્રીન સર્ટિફાઇડ પ્રોજેક્ટમાં ઘણી બાબતોનું ધ્યાન રખાતુ હોય છે. ગ્રીન સર્ટિફાઇડ પ્રોજેક્ટને પ્રમોશનમાં પણ મહત્વનું રહે છે. ગ્રીન કંમ્પાલયન્સથી શોર્ટ ટર્મમાં કોસ્ટ વધતી લાગે છે. પરંતુ લોંગ ટર્મમાં સસ્ટેનેબિલિટીનો લાભ મળતો હોય છે.

કલિંગ પોર્વાલનું માનવું છે કે ઘર ખરીદારો ખૂબ જાગૃત બન્યા છે. હાલમાં મોટા ઘર અને સારી એમિનિટઝની માંગ છે. ગ્રાહકો પ્લાનિંગ અને ડિઝાઇન ઉપર ધ્યાન આપે છે. હવા ઉજાસ કેવા છે એ દરેક બાબત પર ધ્યાન આપે છે. એનર્જી એફિસિયન્સી પર પણ ગ્રાહક ધ્યાન આપે છે. ડેવલપર્સ હવે પ્રર્યાવરણ બાબતે પણ ધ્યાન આપવુ પડે છે. એન્જિનિયર, આર્કીટેક્ટ બધા મળીને પર્યાવરણ માટે કામ કરી શકે છે.

રિડેવલપમેન્ટ સામેના ચેલેન્જ

કલિંગ પોર્વાલે કહ્યું કે રિડેવલપમેન્ટ માટે સામાન્ય રીતે નાના પ્લોટ પર કામ થતુ હોય છે. લેન્ડ ઘણી નાની હોય ત્યારે પડકાર વધે છે. એમિનિટિઝ માટે, સોલાર પેનલ માટે જગ્યાની જરૂર પડે છે. નાના પ્લોટ સાઇઝ હોય ત્યારે પ્લાનિંગ ખૂબ મહત્વનું રહેશે. સસ્ટેનેબિલિટીની વ્યવસ્થા કરવા માટે જગ્યા જરૂરી છે. રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં વોટર હાર્વેસ્ટિંગ વગેરે થઇ શકે છે.

સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપી શકાય? આ સવાલના જવાબમાં કલિંગ પોર્વાલે કહ્યું કે રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં EV ચાર્જિંગ પોઇન્ટ અપાઇ રહ્યાં છે. અર્બન ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટ એક સાથે થઇ શકે છે. પબ્લીક અને પ્રાઇવેટ પાર્ટનરશિપથી આ કામ થઇ શકે છે. સરકાર પણ સ્માર્ટ સિટીમાં અમુક સહાય આપી રહી છે. ડેવલપ સિટીમાં સસ્ટેનેબિલિટી લાવવી મહત્વની રહેશે.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 03, 2023 3:37 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.