Get App

USમાં વ્યાજદર વધીને 3.75 ટકાના ઐતિહાસિક સ્તર પર, ગ્લોબલ ટ્રેન્ડમાં પણ શોધો કમાણીની તક

આગળ જાણકારી લઇશું માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર અને માર્કેટ એક્સપર્ટ રાજન શાહ પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Sep 23, 2022 પર 11:52 AM
USમાં વ્યાજદર વધીને 3.75 ટકાના ઐતિહાસિક સ્તર પર, ગ્લોબલ ટ્રેન્ડમાં પણ શોધો કમાણીની તકUSમાં વ્યાજદર વધીને 3.75 ટકાના ઐતિહાસિક સ્તર પર, ગ્લોબલ ટ્રેન્ડમાં પણ શોધો કમાણીની તક

ઇન્ટરનેશનલ સંકેતો આપણા દરોજના કામ પર સીધી-સીધી અસર પહોંચાડે છે. માર્કેટમાં પણ સીધી-સીધી અસર જોવા મળે છે. આ બધી સંકેતો વિદેશી ગ્લોબલ સંકેતો છે તેના કારણે ભારતીય બજાર પર જે કઈ પણ અસરો આવી રહી છે. તેના પર શું વધુ ધ્યાન રાખવું જોઈએ. આગળ જાણકારી લઇશું માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર અને માર્કેટ એક્સપર્ટ રાજન શાહ પાસેથી.

માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરનું કહેવું છે કે ગઈકાલે અમેરિકાના શેર-બજારમાં 0.75 ટકાનો વધારો થયો હતો. મોંઘવારી દર 2 ટકા સુધી લાવવાનું લક્ષ્ય છે. તાજેતરના સંકેતો મધ્યમ વૃદ્ધિ તરફ નિર્દેશ કરી રહ્યા છે. જીડીપી ગ્રોથ માટેના અંદાજમાં ઘટાડો કર્યો છે. મંદી હોવા છતા લેબર માર્કેટ મજબૂત રહ્યું છે. મોંઘવારી અમારા લાંબા ગાળાના 2 ટકાના ધ્યેયથી ઉપર છે.

જગદીશ ઠક્કરનું કહેવું છે કે કૉમોડિટીની કિંમતો શિખરે પહોંચી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. રૂપિયામાં ઐતિહાસિક નીચલા સ્તર દેખાયા છે. ડૉલર ઇન્ડેક્સ 2 વર્ષના ઉપલા સ્તરે પહોંચતા આવી અસર જોવા મળી છે. વ્યાજદર વધતા ડૉલર ઈન્ડેક્સમાં મજબૂતી જોવા મળી રહી છે. રૂપિયો ઘસાતા CAD પર અસર પડશે.

માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરની પસંદગીના શેર્સ -

Bharti Airtel-

આ શેરમાં ખરીદારીની સલાહ છે. આ સ્ટૉકમાં રોકાણ જાળવી રાખો. આ સ્ટૉકમાં સારા લેવલ આવી શકે છે. આ સ્ટૉકમાં આવનારા સમયમાં સારો પ્રોફીટ આવી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો