Get App

SMS દ્વારા ફાઇલ કરી શકશે GST રીટર્ન, જાણો કેવી રીતે ભરવું?

NIL ટેક્સપેયર્સને GST પોર્ટલ પર લૉગ ઇન કરવાની પણ આવશ્યકતા નથી.

MoneyControl Newsઅપડેટેડ Jun 11, 2020 પર 2:06 PM
SMS દ્વારા ફાઇલ કરી શકશે GST રીટર્ન, જાણો કેવી રીતે ભરવું?SMS દ્વારા ફાઇલ કરી શકશે GST રીટર્ન, જાણો કેવી રીતે ભરવું?

ટેક્સપેયર્સ (taxpayers)ને વધુ સારી સુવિધાઓ આપવા માટે સરકારે નવી સુવિધા શરૂ કરી છે. આ નવી સુવિધા GST કારોબારિયોને એક મોટી રાહત મળશે. સરકારે SMS દ્વારા FORM GSTR-3Bમાં નિલ GST માસિક રિટર્ન ફાઇલ કરવાની મંજૂરી આપી છે.

સરકારની આ પહેલથી લગભગ 22 લાખ નાના કારોબારિયોને લાભ મળશે. હજી સુધી આ લોકોએ દર મહિને પોર્ટલમાં લૉગ ઇન કરવા પડતો હતો અને ફરી દર મહિને રિટર્ન ભરવું પડતું હતું. એક નિવેદનના અનુસાર, SMS દ્વારા Nil FORM GSTR-3B ફાઇલ કરવાની કાર્યક્ષમતા તાત્કાલિક અસરથી જીએસટીએન પોર્ટલ પર ઉપલબ્ધ કરાઈ છે. રિટર્ન ફાઇલ કરવાની સ્થિતિને GST પોર્ટલ પર લૉગ ઇન કરીને ટ્રેક કરી શકે છે.

SMS દ્વારા એવી રીતે કરો રિટર્ન ફાઇલ

તેનો ફાયદો ઉઠાવવા માટે કારોબારિયોને તેમના મોબાઈલ મેસેજ બૉક્સમાં જઇને NIL ટાઇપ કરવું પડશે. ત્યારબાદ તેઓએ સ્પેસ આપીને તેમને GST નંબર લખવો પડશે અને એક હજુ સ્પેસ આપતા 3B લખવું પડશે.

આ SMS નવા રજૂ કરાયેલા 5 અંકના વિશેષ નંબર પર મોકલવાનો રહેશે. મેસેજ મોકલતાં કારોબારીના જીએસટી રજિસ્ટ્રેશન દરમિયાન રજિસ્ટર્ડ થયેલા મોબાઇલ નંબર પર વન ટાઇમ પાસવર્ડ એટલે ખે OTP આવશે. તેની પુષ્ટિ કરતાજ કારોબારીનું રિટર્ન ફઇલ થઇ જાશે. બતાવી દઇએ કે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની બેઠક 12 જૂને યોજાનાર છે. આ પહેલા જ ફાઇનાન્સ મિનિસ્ટરે કારોબારિયોને ખૂબ મોટી રાહત આપી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો