Get App

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

MoneyControl Newsઅપડેટેડ Jan 02, 2023 પર 1:58 PM
Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલStocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

MARUTI -

મારૂતિ સુઝુકીનું ડિસેમ્બર 2022 માં વેચાણ 9.2 ટકા ઘટીને 1.39 લાખ યુનિટ થયુ છે. જ્યારે મારૂતિ સુઝુકીનું ડિસેમ્બર 2021 માં વેચાણ 1.53 લાખ યુનિટ રહ્યુ હતુ. મારુતિ સુઝુકીનું ઘરેલુ વેચાણ ડિસેમ્બર 2022 માં 10 ટકા ઘટીને 1.17 લાખ યુનિટ રહ્યુ છે. જ્યારે મારૂતિ સુઝુકીનું ગત વર્ષ ઘરેલુ વેચાણ 1.30 લાખ યુનિટ રહ્યુ હતુ. મારૂતિ સુઝુકીનું ટોટલ એક્સપોર્ટ્સ ડિસેમ્બર 2022 માં 2.2 ટકા ઘટીને 21,796 યુનિટ રહ્યુ છે. જ્યારે ગત વર્ષ ટોટલ એક્સપોર્ટ્સ 22,280 યુનિટ રહ્યુ હતુ.

TATA MOTORS -

ટાટા મોટર્સનું ડિસેમ્બર 2022 માં ઘરેલુ વેચાણ 10 ટકા વધીને 72,997 યુનિટ રહ્યુ છે. જ્યારે ગત વર્ષમાં ટાટા મોટર્સનું વેચાણ 66307 યુનિટ રહ્યુ હતુ. ટાટા મોટર્સનું ડિસેમ્બર 2022 માં મિડિયમ હેવી સીવી વેચાણ 34.3 ટકા વધીને 10885 યુનિટ રહ્યુ છે. જ્યારે ગત વર્ષ ટાટા મોટર્સનું વેચાણ 8106 યુનિટ રહ્યુ હતુ. ટાટા મોટર્સનું ડિસેમ્બરમાં સીવી વેચાણ 0.6 ટકા ઘટીને 33,949 યુનિટ રહ્યુ છે. જે ગત વર્ષ 34,151 યુનિટ રહ્યુ હતુ.

ESCORTS KUBOTA -

વર્ષના આધાર પર ડિસેમ્બર 2022 માં એસ્કોર્ટ્સનું વેચાણ 18.7 ટકા વધીને 5,573 યુનિય રહ્યુ છે. જ્યારે ગત વર્ષ એસ્કોટર્સનું વેચાણ 4,695 યુનિટ રહ્યુ હતુ. ઘરેલુ ટ્રેક્ટરનું ડિસેમ્બર 2022માં વેચાણ 22 ટકા વધીને 4,979 યુનિટ રહ્યુ છે. જ્યારે ગત વર્ષ ટ્રેક્ટરનું વેચાણ 4,080 યુનિટ રહ્યુ હતુ.

MOIL -

મહિના દર મહિના આધારે મેંગેનિઝ ઓરનું ઉત્પાદન 1.41લાખ ટન થયું. મહિના દર મહિનાના આધારે ઉત્પાદિત ઓરનું વેચાણ 18% જેટલું વધ્યું. ડિસેમ્બરમાં રેકોર્ડ ઉત્પાદન નોંધાયું.

IOC /BPCL/HPCL -

OMC દ્વારા કમર્શિયલ ગેસના ભાવ ₹25 વધાર્યા. નવા ભાવ 1 જાન્યુઆરીથી અમલમાં આવ્યા છે.

RITES -

કેરળ સ્થિત Kiifcon સાથે કરાર કર્યા. કન્સલ્ટન્સી પ્રોજેક્ટ માટે કરાર કર્યા.

HG INFRA -

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન પાસેથી ઓર્ડર મળ્યો. ઓર્ડરનો અંદાજીત ખર્ચ ₹938.93 કરોડ રહ્યો છે.

Bandhan Bank -

₹801 કરોડના  NPA એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીને વેચશે. બેન્કે ₹8897 કરોડના NPA વેચ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો