Golden Fish: અનેક ઔષધીય ગુણો ધરાવતી દુર્લભ માછલીની હરાજી કરીને એક માછીમાર રાતોરાત કરોડપતિ બની ગયો છે. આ ઘટના પાકિસ્તાનના કરાચી શહેરમાં બની હતી. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ઈબ્રાહિમ હૈદરી ગામના રહેવાસી હાજી બલોચ અને તેમની ટીમે સોમવાર 6 નવેમ્બરે અરબી સમુદ્રમાંથી ઘણી 'ગોલ્ડન ફિશ' પકડી હતી. આ માછલીને સ્થાનિક બોલીમાં 'સોવા' કહેવામાં આવે છે. 'પાકિસ્તાન ફિશરમેન ફોક ફોરમ'ના મુબારક ખાને કહ્યું, 'શુક્રવારે સવારે માછીમારોએ આ તમામ માછલીઓને કરાચી બંદર પર લગભગ 7 કરોડ રૂપિયામાં એક હરાજીમાં વેચી દીધી.'