Ahmedabad: ચાણક્યપુરી બ્રિજ પર લગાવાયેલા ટાયર કિલર બમ્પનો ફિયાસ્કો, વાહન ચાલકોએ શોધી કાઢ્યો જુગાડ | Moneycontrol Gujarati
Get App

Ahmedabad: ચાણક્યપુરી બ્રિજ પર લગાવાયેલા ટાયર કિલર બમ્પનો ફિયાસ્કો, વાહન ચાલકોએ શોધી કાઢ્યો જુગાડ

Ahmedabad: અમદાવાદમાં વધતા ટ્રાફિકને લઈ તંત્ર દ્વારા એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો, જેમાં ચાણક્યપુરી બ્રિજ પાસે આવેલા સર્વિસ રોડ પર રોંગ સાઈડમાં જતા વાહનોને રોકવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યો છે. જો કે આ બમ્પનો ફિયાસ્કો થતો જોવા મળી રહ્યો છે અને વાહવચાલકો પગથી બમ્પને દબાવીને રોંગ સાઈડમાંથી કોઈ રોકટોક વિના પસાર થતા જોવા મળી રહ્યાં છે.

અપડેટેડ 11:20:02 AM Aug 04, 2023 પર
Story continues below Advertisement
કિલર બમ્પ પર જે ખીલાઓ લગાવવામાં આવ્યા છે એમાં બે ખિલા વચ્ચે મોટી જગ્યા હતી. જેના કારણે એની વચ્ચેથી ટુ-વ્હીલર વાહનો આસાનીથી પસાર થઈ જતા હતા અને ટાયરને નુકસાન પણ થતું ન હતું.

Ahmedabad: અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસને દિવસે વિકરાળ બની રહી છે, જેને જોતા તંત્ર દ્વારા એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે, રોન્ગ સાઇડના રાજાઓને રોકવા માટે તંત્ર લાવ્યું છે ટાયર કિલર બમ્પ, પણ જાણે દરેક વસ્તુનો જુગાડ શોધી લેતા અમદાવાદીઓએ આનો પણ તોડ કાઢી નાંખ્યો છે, કલર બમ્પ લગાવ્યાના બીજા જ દિવસે અમદાવાદીઓએ એનો તોડ શોધી રોંગ સાઈડ વાહનો બમ્પ પરથી જવાનું ચાલુ જ રાખ્યું છે. ટ્રાફિક વિભાગને રોંગ સાઈડ રાજાઓના વીડિયો પહોંચ્યાં અધિકારીઓ દોડતા થયા અને અમદાવાદીઓને તોડ બદલ વીડિયોના આધારે મેમો ફાડવાનું નક્કી કર્યું.

રોંગ સાઈડ રાજાઓ ટાયર કિલર બમ્પ પરથી બેરોકોટોક પસાર થયા

કિલર બમ્પ પર જે ખીલાઓ લગાવવામાં આવ્યા છે એમાં બે ખિલા વચ્ચે મોટી જગ્યા હતી. જેના કારણે એની વચ્ચેથી ટુ-વ્હીલર વાહનો આસાનીથી પસાર થઈ જતા હતા અને ટાયરને નુકસાન પણ થતું ન હતું. ટાયર કિલર લગાવ્યા હોવા છતાં વાહનચાલકો રોંગ સાઈડ જતા હોવાથી TRB જવાનને ડ્યુટી પર રાખવો પડ્યો હતો અને રોંગ સાઈડ આવતા લોકોને રોકવામાં આવ્યા હતા.


રોંગ સાઈડ જનારનો મેમો ફાટશે:ટ્રાફિક પીઆઇ

વાહનચાલકોએ રોંગ સાઈડ આવવાનું ચાલુ કરતા સોશિયલ મીડિયા અને માધ્યમોમાં એ વીડિયો ફરતા થયા હતા. જે બાબતની નોંધ ટ્રાફિક વિભાગે લેતા તુરંત જ કિલર બમ્પ ના અભ્યાસ માટે અધિકારીઓ પહોંચ્યા હતા જ્યાં એમના ધ્યાને આવ્યું કે બમ્પ પર લગાવવામાં આવેલ ખીલા વચ્ચેનું અંતર વધારે હોવાના કારણે 2 પૈડાં વાળા વાહનો આસાનીથી પસાર થઈ જાય છે. જેથી તુરંત જ બમ્પ તૈયાર કરનાર કોન્ટ્રાક્ટરને ફોન કરી સુધારો કરવા સૂચના અપાઈ. આ સિવાય માધ્યમો અને સોશિયલ મીડિયા પર જોવા મળેલ વીડિયોના આધારે રોંગ સાઈડ જનાર વાહન ચાલકોનોની નંબર પ્લેટ પરથી એમને મેમો મોકલવામાં આવશે તેમ ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું.

આ પણ વાંચો - Farmer News: ગુજરાત સરકારે ખેડૂતોને મળતી સહાયને લઈને લીધો મોટો નિર્ણય, એક ક્લિકે પર જ ઉપલબ્ધ થશે સુવિધા

MoneyControl News

MoneyControl News

First Published: Aug 04, 2023 11:20 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.