Gujarat news: અમદાવાદના નવા મેયર બન્યાં પ્રતિભા જૈન, તો પિંકી સોનીએ સંભાળી વડોદરાની કમાન | Moneycontrol Gujarati
Get App

Gujarat news: અમદાવાદના નવા મેયર બન્યાં પ્રતિભા જૈન, તો પિંકી સોનીએ સંભાળી વડોદરાની કમાન

Gujarat news: મેયર અને ચેરમેન પદ મુદ્દે રાતથી જ ધમાસાણ શરૂ થઇ ગઇ હતી. છેલ્લી ઘડીએ અનેક મથામણો પણ ચાલી હતી. મોડી રાત સુધી નામો પર મહોર લાગી ન હતી. ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનની પણ આજે જાહેરાત થશે. નવા મેયરની ચૂંટણીના આધારે નિમણૂંક કરવામાં આવી છે.

અપડેટેડ 07:01:46 PM Sep 11, 2023 પર
Story continues below Advertisement
Ahmedabad new mayor : પ્રતિભા જૈનની અમદાવાદના નવા મેયર તરીકેની વરણી કરવામાં આવી છે.

New Mayor : રાજ્યની 6 મહાનગરપાલિકા અને 78 પાલિકા ઉપરાંત 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતના અઢી વર્ષ માટે નવા સુકાનીઓની પસંદગી માટે ભાજપે સેન્સ લીધી હતી. જે બાદ પ્રદેશ પાર્લામેન્ટરીમાં પસંદગીને આખરી ઓપ અપાયો હતો. સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓમાં પહેલી ટર્મ સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં પૂર્ણ થાય છે. અને તે પહેલા ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ પાર્લામનેટરી બોર્ડની બેઠકના છેલ્લા દિવસે હોદ્દેદારોની નિમણૂક પર મંથન થયુ હતું.

વડોદરાના નવા મેયર પિંકી સોની

વડોદરાના નવા મેયર તરીકે પિંકી સોનીની વરણી થઇ છે. આ સાથે નવા ડે. મેયર ચિરાગ બારોટની વરણી થઇ છે. આજે અમદાવાદના નવા મેયરની પણ જાહેર થશે. તો આવતીકાલે સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરના સુકાનીઓની જાહેરાત થશે. શાસક પક્ષના નેતા તરીકે મનોજ પટેલની વરણી કરવામાં આવી છે. આ સમયે શહેર ભાજપ પ્રમુખ, સાંસદ અને ધારાસભ્ય સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામે સૌ નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન અપીને ઉત્સાહ વધાર્યો હતો.


અમદાવાદના નવા મેયર પ્રતિભા જૈન

ભાજપે અમદાવાદના નવા મેયર તરીકે પ્રતિભા જૈન ઉપર કળશ ઢોળ્યો છે. તેઓ શાહીબાગના કોર્પોરેટર છે. હાલ તેઓ મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન પણ છે. અમદાવાદના ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની વરણી થઇ છે. આ સાથે દેવાંગ દાણીની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. આ સમયે શહેર ભાજપ પ્રમુખ, સાંસદ અને ધારાસભ્ય સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામે સૌ નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન અપીને ઉત્સાહ વધાર્યો હતો.

છેલ્લી ઘડી સુધી મથામણ

નોંધનીય છે કે, મેયર અને ચેરમેન પદ મુદ્દે રાતથી જ ધમાસાણ શરૂ થઇ ગઇ હતી. છેલ્લી ઘડીએ અનેક મથામણો પણ ચાલી હતી. મોડી રાત સુધી નામો પર મહોર લાગી ન હતી. ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનની પણ આજે જાહેરાત થશે. નવા મેયરની ચૂંટણીના આધારે નિમણૂંક કરવામાં આવી છે. ભાજપ પાસે બહુમતિ છે જેથી તેમના મહિલા કોર્પોરેટર મેયરના પદ પર બેસે તે નિશ્ચિત હતા. શહેરના મહિલા મેયર તરીકે શાહીબાગ વોર્ડના મહિલા કોર્પોરેટર પ્રતિભા જૈન, મણિનગર વોર્ડના કોર્પોરેટર શીતલ ડાગાનું નામ મોખરે ચર્ચામાં હતા. ભાજપ મોવડી મંડળ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ બદલાય તેવી સંભાવના નહીવત માનવામાં આવી રહી હતી. જ્યારે વર્તમાન બે કમિટીઓના ચેરમેન કમ કોર્પોરેટરો સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન બનવા માટે એડીચોટીનું જોર લગાડી રહ્યા હતા.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 11, 2023 4:45 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.