અગ્નિવીરો માટે દિવાળી પહેલા મોટી ખુશખબરી! નોકરીનો સમયગાળો 2 વર્ષ વધી શકે છે, સરકાર ટૂંક સમયમાં લેશે મોટો નિર્ણય | Moneycontrol Gujarati
Get App

અગ્નિવીરો માટે દિવાળી પહેલા મોટી ખુશખબરી! નોકરીનો સમયગાળો 2 વર્ષ વધી શકે છે, સરકાર ટૂંક સમયમાં લેશે મોટો નિર્ણય

કેન્દ્ર સરકાર અગ્નિવીરોનો સેવા કાળ 4 વર્ષથી વધારીને 6 વર્ષ કરવાના મોટા પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. 21 નવેમ્બર સુધીમાં આ અંગે અંતિમ નિર્ણય લેવાઈ શકે છે. જાણો વિગત.

અપડેટેડ 12:46:57 PM Nov 03, 2026 પર
Story continues below Advertisement
નિયમ મુજબ 25% અગ્નિવીરોને કાયમી કેડરમાં પસંદ કરવામાં આવે છે. તે સિવાયના જવાનોને જે 2 વર્ષના વધારાના એક્સટેન્શનની ઓફર આપવામાં આવશે, તે સંપૂર્ણપણે અગ્નિવીરની પોતાની ઈચ્છા પર નિર્ભર રહેશે.

Agniveer Scheme News: ભારતીય થલ સેના, નૌકાદળ અને વાયુસેનામાં 'અગ્નિપથ યોજના' હેઠળ ભરતી થયેલા અગ્નિવીરો માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરના અહેવાલો અનુસાર, કેન્દ્ર સરકાર અગ્નિવીરોની નોકરીનો સમયગાળો વધુ 2 વર્ષ લંબાવવા પર ગંભીરતાથી વિચારણા કરી રહી છે. આ પ્રસ્તાવિત ફેરફાર પર આગામી 21 નવેમ્બર સુધીમાં આખરી મહોર લાગી શકે છે.

સરકારનો આ પ્રસ્તાવ એવા સમયે સામે આવ્યો છે જ્યારે વર્ષ 2022 માં ભરતી થયેલા અગ્નિવીરોના પ્રથમ બેચના 4 વર્ષનો કાર્યકાળ પૂરો થવાની તૈયારીમાં છે. ભારતીય નૌકાદળમાં અગ્નિવીરોની પહેલી બેચ 21 નવેમ્બરના રોજ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી રહી છે. ત્યારબાદ 21 ડિસેમ્બરે ભારતીય વાયુસેના ને 31 ડિસેમ્બરના રોજ થલ સેનાના પ્રથમ બેચના 4 વર્ષ પૂરા થશે.

4 ને બદલે 6 વર્ષની થઈ શકે છે સર્વિસ, દિવાળીએ જાહેરાત શક્ય

એક મુજબ, અગ્નિપથ યોજનામાં થનારા આ સંભવિત ફેરફાર અંગે નીચે મુજબની મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે.

4 ને બદલે 6 વર્ષનો કાર્યકાળ: કેન્દ્ર સરકાર અગ્નિવીરોની સેવાનો સમયગાળો 4 વર્ષથી વધારીને 6 વર્ષ કરવાની તૈયારીમાં છે. જોકે, ત્રણેય સેનાઓમાંથી કુલ કેટલા અગ્નિવીરોને આ એક્સટેન્શન મળશે, તેનો ચોક્કસ આંકડો ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે.


સ્વૈચ્છિક વિકલ્પ રહેશે: નિયમ મુજબ 25% અગ્નિવીરોને કાયમી કેડરમાં પસંદ કરવામાં આવે છે. તે સિવાયના જવાનોને જે 2 વર્ષના વધારાના એક્સટેન્શનની ઓફર આપવામાં આવશે, તે સંપૂર્ણપણે અગ્નિવીરની પોતાની ઈચ્છા પર નિર્ભર રહેશે. જો તેઓ ઈચ્છે તો આગળ સેવા ચાલુ રાખી શકે છે, અથવા 4 વર્ષ પૂરા થયા બાદ ₹11.71 લાખના ટેક્સ-ફ્રી 'સેવા નિધિ' પેકેજ સાથે સેવામાંથી મુક્ત થઈ શકે છે.

સેનામાં બનશે 3 શ્રેણી: જો આ પ્રસ્તાવને મંજૂરી મળે છે, તો સશસ્ત્ર દળોમાં 3 પ્રકારના સૈનિકો હશે - પ્રથમ શરૂઆતના 4 વર્ષવાળા અગ્નિવીર, બીજા એક્સટેન્શન મેળવનારા અગ્નિવીર અને ત્રીજા રેગ્યુલર કેડરમાં સામેલ થનારા કાયમી સૈનિકો.

દિવાળીની આસપાસ થઈ શકે છે જાહેરાત: સૂત્રોના હવાલેથી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દિવાળીના તહેવારની આસપાસ સરકાર તરફથી જવાનો માટે 'મોટી ખુશખબરી' તરીકે આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.

15 વર્ષની વધારાની સર્વિસનો મોકો: જે 25% અગ્નિવીરોની કાયમી કેડરમાં પસંદગી થશે, તેમને ઓછામાં ઓછા 15 વર્ષની વધારાની પેન્શનને પાત્ર સેવાનો અવસર મળશે.

અત્યાર સુધી અગ્નિવીરો માટે શું છે જોગવાઈઓ?

વર્ષ 2022 માં પ્રથમ બેચ હેઠળ અંદાજે 24,000 અગ્નિવીરો સેનામાં ભરતી થયા હતા, જેમાં એકલા થલ સેનામાં જ 19,000 અગ્નિવીરો સામેલ હતા. હાલના નિયમ મુજબ, 4 વર્ષની નોકરી દરમિયાન અગ્નિવીરના પગારમાંથી કપાતી રકમ અને સરકાર દ્વારા આપવામાં આવતા તેટલા જ યોગદાન પર વ્યાજ ઉમેરીને કુલ 11.71 લાખની 'સેવા નિધિ' આપવામાં આવે છે.

આ ઉપરાંત, નિવૃત્ત થતા અગ્નિવીરો માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અગાઉ CAPF અને આસામ રાઇફલ્સમાં 10% અનામતની જાહેરાત કરી હતી, જેને જુલાઈ 2026 માં વધારીને ખાલી પડેલી જગ્યાઓના 50% સુધી કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો-10 અને 20ની પ્લાસ્ટિકની નોટો પર RBIનું મોટું અપડેટ! આ તારીખથી તમારા હાથમાં આવશે નવી ચલણી નોટો, જાણો તેની ખાસિયતો

MoneyControl News

MoneyControl News

First Published: Nov 03, 2026 12:46 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.