Apple Heating problem: Apple iPhone 15ને લઈને લોકોમાં એક અલગ જ પ્રકારનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. પરંતુ તેને ખરીદનારા ઘણા યુઝર્સે હવે તેના વિશે ફરિયાદ કરવાનું શરૂ કરી દીધું છે. યુઝર્સ તેના ઓવરહિટીંગ વિશે ફરિયાદ કરી રહ્યા છે. હવે એપલે આઇફોન 15 મોડલ્સના ઓવરહિટીંગ માટે સોફ્ટવેર બગ્સ અને ઇન્સ્ટાગ્રામ અને ઉબેર જેવી એપ્સ સંબંધિત સમસ્યાઓને જવાબદાર ગણાવી છે. Apple એ કહ્યું કે તે iOS17 સિસ્ટમ માટે અપડેટ પર કામ કરી રહ્યું છે જે તેના ડિવાઇસને ઓવરહિટીંગની સમસ્યાને દૂર કરવામાં મદદ કરશે.

