RAJKOT NEWS: રાજકોટના ગીચ સર્વેશ્વર ચોકમાં નાળા ઉપર બનેલ સ્લેબનો એક ભાગ રવિવારે મોડી સાંજે ધરાશાયી થયો હતો, જેમાં ઓછામાં ઓછા 13 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે લોકો ચોકમાં સ્થાપિત ગણેશ પંડાલ અને આ વિસ્તારમાં અસંખ્ય ફાસ્ટ-ફૂડ જોઈન્ટ્સની મુલાકાત લઈ રહ્યા હતા.
દુર્ઘટના સમયે ગણપતિ પંડાલ પાસે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.. આ ઘટનામાં 1 મહિલાનું મોત થયું હોવાનું સામે આવ્યુ છે.. જ્યારે 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
સર્વેશ્વર ચોક દુર્ઘટના મામલે 30 વર્ષ જૂના વોકળા ઉપર વજન વધી જતા દુર્ઘટના સર્જાઈ હોવાનું મનપાનું તારણ છે. વોકળાનો સ્લેબ તૂટી પડવાથી 30 થી વધુ લોકો તેમાં ખાબક્યા હતા. તેમાં હજુ એક વૃદ્ધ મહિલા સહિત 2 વ્યક્તિઓ અતી ગંભીર હાલતમાં છે. તેમજ 13 લોકોને સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવેલા છે. અન્ય લોકોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ રદ્દ થયો
ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ રદ્દ થયો છે. તથા તેઓ વર્ચ્યુઅલ હાજરી આપશે.દુર્ઘટના અંગે મનપા દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. સામે આવેલી વિગતો અનુસાર ગણપતિ પંડાલ પાસે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. જે બાદ વોકળાનો સ્લેબ ધરસાયી થતા અનેક લોકો વોકળામાં ખાબક્યા હતા. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતુ. 15 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી હતી. 30થી વધુ લોકો સ્લેબ ધરાશાયી થતા નીચે પડ્યા હતા. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.