Big comet: પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે મોટો ધૂમકેતુ, મોટી તબાહી સર્જશે! માઉન્ટ એવરેસ્ટ કરતાં ત્રણ ગણો મોટો | Moneycontrol Gujarati
Get App

Big comet: પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે મોટો ધૂમકેતુ, મોટી તબાહી સર્જશે! માઉન્ટ એવરેસ્ટ કરતાં ત્રણ ગણો મોટો

Big comet: અવકાશમાં ગતિવિધિઓ તીવ્ર બની રહી છે. અવકાશમાં દરરોજ નવી ઘટનાઓ બની રહી છે. આવી જ એક નવી ઘટના પ્રકાશમાં આવી છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે માઉન્ટ એવરેસ્ટ કરતા ત્રણ ગણો મોટો ધૂમકેતુ ચાર મહિનામાં બીજી વખત વિસ્ફોટ થયો છે. તે પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે.

અપડેટેડ 10:19:13 AM Oct 20, 2023 પર
Story continues below Advertisement
Big comet: આ ધૂમકેતુમાં છેલ્લા ચાર મહિનામાં આ બીજો વિસ્ફોટ થયો છે.

Big comet: લોકોને અંતરિક્ષમાં થતી હલચાલમાં ખૂબ જ રસ હોય છે. સ્પેસ એજન્સીઓ અહીં બનતી દરેક ઘટના અંગે અપડેટ્સ આપતી રહે છે. આ દરમિયાન ખગોળશાસ્ત્રીઓએ ચેતવણી આપી હતી કે માઉન્ટ એવરેસ્ટ કરતાં ત્રણ ગણો મોટો ધૂમકેતુમાં ચાર મહિનામાં બીજી વખત વિસ્ફોટ થયો છે અને હવે તે પૃથ્વી તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ ધૂમકેતુનું નામ 12P/Pons-Brooks છે અને તે ઠંડો જ્વાળામુખી ધૂમકેતુ છે. તેના કદની વાત કરીએ તો તેનો વ્યાસ 18.6 માઈલ છે અને તે 5 ઓક્ટોબરે વિસ્ફોટ થયો હતો.

આ ધૂમકેતુમાં છેલ્લા ચાર મહિનામાં આ બીજો વિસ્ફોટ થયો છે. છેલ્લી વખત આ ધૂમકેતુમાં જુલાઈમાં વિસ્ફોટ થયો હતો. બ્રિટિશ એસ્ટ્રોનોમિકલ એસોસિએશન (BAA) દ્વારા આ ધૂમકેતુનું દરેક સમયે નજીકથી નિરીક્ષણ કરવામાં આવે છે. બીએએ એ વિસ્ફોટ શોધી કાઢ્યો જ્યારે તેણે 12P ના કોમા અને કેન્દ્રની આસપાસ ધૂળ અને ગેસના વાદળને જોયા, જેના પરિણામે પ્રતિબિંબિત પ્રકાશમાં ડઝનેક ગણી વધુ ચમક જોવા મળે છે.

બ્રિટિશ એસ્ટ્રોનોમિકલ એસોસિએશન (બીએએ) ને ટાંકીને લાઇવ સાયન્સે અહેવાલ આપ્યો છે કે, હાલમાં તે સ્પષ્ટ નથી કે સૌથી તાજેતરના વિસ્ફોટ દરમિયાન કોમા કેટલો મોટો થયો હતો પરંતુ એવા સંકેતો છે કે વિસ્ફોટ અગાઉના વિસ્ફોટો કરતાં વધુ ઝડપી હતો. આ કારણે કોમા કદાચ તેના સામાન્ય કદ કરતા નાનો થઈ ગયો છે. લાઈવ સાયન્સે વધુમાં જણાવ્યું હતું કે, જો આ ધૂમકેતુમાં વિસ્ફોટ થતો રહેશે તો તે આવતા વર્ષે વધુ રસ આકર્ષી શકે છે. તમને જણાવી દઈએ કે આ ધૂમકેતુની શોધ જીન-લુઈસ પોન્સ દ્વારા 12 જુલાઈ, 1812ના રોજ કરવામાં આવી હતી.


શું અસર થશે

જેમ જ્વાળામુખીનાં વિસ્ફોટ થતાં ધૂમકેતુએ ગેસ અને બરફનો મોટો વાદળ છોડ્યો જે શિંગડાની વિશાળ જોડી જેવો દેખાતો હતો. ધૂમકેતુના આકારમાં ફેરફાર થતાં દબાણનું નિર્માણ વિક્ષેપિત થાય છે, જેના કારણે 22 બિલિયન પાઉન્ડની ધૂળ અને બરફ જે નિષ્કાસિત થઇ ગયા હતા, હવે તે સૂર્યને પ્રતિબિંબિત કરી રહ્યા છે, તે શિંગડાને દૃશ્યમાન બનાવે છે પરંતુ તે આખરે અદૃશ્ય થઈ જશે. કારણ કે ધૂમકેતુનો કાટમાળ સુર્યની રોશનીને પકજવા માટે ખૂબ જ વિખેરાઈ જશે.

અંતરિક્ષમાં ઉલ્કાપિંડની સરખામણીમાં ધૂમકેતુ વધુ ઝ઼ડપી હોય છે

અંતરિક્ષમાં બે પ્રકારના પિંડ ફરતા હોય છે. એક ઉલ્કાપિંડ અને બીજે ધૂમકેતુ છે. ધૂમકેતુની પૂંછડીયો તારો પણ કહેવામાં આવે છે. ઉલ્કાપિંડની સરખામણીમાં ધૂમકેતુ વધુ ઝડપથી ફરે છે. આપણા સૌરમંડળના અંતિમ છેડે અબજો ધૂમકેતુ સૂર્યની પ્રદક્ષિણા કરે છે. ધૂમકેતુના ચાર ભાગ હોય છે.

પ્રથમ નુકલેઓસ જે બરફ,ગેસ અને ધૂળનું મિશ્રણ હોય છે. બીજામાં હાઇડ્રોજનના વાદળ, ત્રીજામાં ધૂળનો ગુબ્બારો, અને ચોથામાં પાણી કોમા,કાર્બન ડાયોકસાઇડ અને બીજા કેટલાક ગેસોનું મિશ્રણ હોય છે. ધૂમકેતુનો પૂંછડી તરીકે ઓળખાતો પાછળનો ભાગ પ્લાઝમા અને કિરણોથી ભરેલી હોય છે.

આ પણ વાંચો - India Canada Relations: કેનેડાના 41 રાજદ્વારીઓની વિદાય, પૂર્વ વિદેશ મંત્રીએ ભારતના પગલાને ગણાવ્યું અયોગ્ય

MoneyControl News

MoneyControl News

First Published: Oct 20, 2023 10:19 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.