ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ AIને લઈને મોટો ખુલાસો કર્યો છે. પિચાઈએ ગૂગલ દ્વારા બનાવેલા સોફ્ટવેરમાં AI પર નિર્ભરતા વિશે માહિતી શેર કરી છે. ગૂગલ વિશ્વની અગ્રણી ટેકનોલોજી કંપની છે. સર્ચ એન્જિનની સાથે, કંપની આખી દુનિયામાં અનેક પ્રકારની સર્વિસ પ્રોવાઇડ કરે છે. ગૂગલે તેની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI ટૂલ ગૂગલ જેમિનીને લઈને ભવિષ્યની તૈયારીઓ અંગે પણ ઘણી વાતો કહી છે.



