Chandrayaan 3 Update: વિક્રમ લેન્ડરે મોકલી ચાંદની એકદમ લેટેસ્ટ તસવીરો, ઇસરોએ આપી જાણકારી | Moneycontrol Gujarati
Get App

Chandrayaan 3 Update: વિક્રમ લેન્ડરે મોકલી ચાંદની એકદમ લેટેસ્ટ તસવીરો, ઇસરોએ આપી જાણકારી

Chandrayaan-3: ઈસરોએ ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, વિક્રમ લેન્ડર દ્વારા કેટલીક તસવીરો પાડવામાં આવી છે. લેંડરમાં લાગેલા કેમેરા લેન્ડિંગ દરમિયાન બોલ્ડર અને ઊંડી ખીણની જાણકારી આપતો રહે છે.

અપડેટેડ 11:44:20 AM Aug 21, 2023 પર
Story continues below Advertisement
Chandrayaan-3: વિક્રમ લેન્ડર દ્વારા કેટલીક તસવીરો ખેંચવામાં આવી છે

Chandrayaan-3: ચંદ્રયાન 3ની લેન્ડિંગ પર ભારતની સાથે સાથે આખા વિશ્વની નજર છે. ત્યારે ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરો (ISRO) દ્વારા વિક્રમ લેન્ડરથી પાડેલી ચાંદની પહેલી તસવીરો શેર કરી છે. ઇસરોએ ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, વિક્રમ લેન્ડર દ્વારા કેટલીક તસવીરો પાડવામાં આવી છે. લેંડરમાં લાગેલા કેમેરા લેન્ડિંગ દરમિયાન બોલ્ડર અને ઊંડી ખીણની જાણકારી આપતો રહે છે.

ક્યારે લેન્ડ થવાની આશા

ઇસરોએ રવિવારે કહ્યુ હતુ કે, તેમણે ચંદ્રયાન -3 મિશનના લેંડર મોડ્યુલને કક્ષામાં સફળતાપૂર્વક વધારે નીચે પહોંચાડી દીધુ છે. જે 23 ઓગસ્ટના રોજ સાંજે છ કલાક અને ચાર મિનિટે ચાંદની સપાટી પર ઉતરવાની આશા છે.


લેન્ડર પર લાગેલો એક કેમેરા અમદાવાદમાં બન્યો છે

આપને જણાવીએ કે, વિક્રમ લેન્ડર સફળતાપૂર્વક ચંદ્ર પર સ્થાપિત થશે ત્યારે પ્રજ્ઞાાન રોવર ચંદ્રની ધરતી પર ફરવાનું શરુ કરશે. આમાં કુલ બે કેમેરા લાગાવાયેલા છે. તેમાંથી એક કેમેરા અમદાવાદ સેક - ઈસરો સેન્ટર દ્વારા બનાવવામાં આવ્યો છે. આ કેમેરા ચંદ્રની સપાટી પરના જુદા જુદા એરિયાને કવર કરતા ફોટો કેપ્ચર કરી શકશે.

લેન્ડિંગનું લાઇવ ટેલિકાસ્ટ ક્યાં જોવા મળશે?

'સોફ્ટ-લેન્ડિંગ'નું લાઈવ ટેલિકાસ્ટ ISROની વેબસાઈટ, તેની યુટ્યુબ ચેનલ, ઈસરોના ફેસબુક પેજ અને DD નેશનલ ટીવી ચેનલ સહિત બહુવિધ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ થશે. ISROએ કહ્યું, "ચંદ્રયાન-3નું 'સોફ્ટ લેન્ડિંગ' એ એક યાદગાર ક્ષણ હશે જે માત્ર જિજ્ઞાસા જ નહીં, પણ આપણા યુવાનોના મનમાં શોધખોળનો જુસ્સો પણ જગાડે છે."

રશિયાનું પ્રથમ મૂન મિશન નિષ્ફળ

રશિયાના મહત્વકાંક્ષી મૂન મિશન લૂના-25 (Luna-25 Moon Mission) ફેલ થઈ ગયું છે. રશિયાની અંતરિક્ષ એજન્સી રોસ્કોસ્મોસ (Roscosmos)એ રવિવારે જણાવ્યું છે કે, લૂના-25 અંતરિક્ષ યાન ઈચ્છિત કક્ષાની જગ્યાએ અનિયંત્રિત કક્ષામાં ગયા બાદ ચંદ્ર સાથે ટકરાઈને નષ્ટ થઈ ગયું. આપને જણાવી દઈએ કે, ચાંદ પર સુરક્ષિત લેડિંગને લઈને લૂના- 25ની ટક્કર ભારતના ચંદ્રયાન-3 સાથે હતી. રશિયન અંતરિક્ષ યાનને પણ ચંદ્રમાની દક્ષિણી ધ્રુવ પર લેન્ડ કરવાનું હતું. પણ તે મિશન નિષ્ફળ રહ્યું. તે 47 વર્ષો બાદ રશિયાનું પ્રથમ મૂન મિશન હતું.

આ પણ વાંચો - Vande Bharat train: વડોદરાથી જામનગર-હાપા વચ્ચે વંદેભારત ટ્રેન શરૂ થશે, PM મોદી કરશે લોકાર્પણ

MoneyControl News

MoneyControl News

First Published: Aug 21, 2023 11:44 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.