Chandrayaan 3: ચંદ્રયાન-3ના ચંદ્ર પર ઉતરવાનો સમય હવે ખૂબ નજીક આવી ગયો છે. ચંદ્રની આ યાત્રામાં ચંદ્રયાન માટે આજે એટલે કે ગુરુવાર ખૂબ જ ખાસ દિવસ હશે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે પ્રોપલ્શન મોડ્યુલ (Propulsion Module)ને વિક્રમ લેન્ડર (Vikram Lander)થી અલગ કરશે. આ સાથે ચંદ્રયાન-3 બે ટુકડામાં વિભાજીત થઈ જશે. લેન્ડર વિક્રમ આજે બપોરે લગભગ 1 વાગ્યે પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થઈ જશે.
ચંદ્રયાન-3 બુધવારે ચંદ્રની પાંચમી અને અંતિમ ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ્યું અને તેની સપાટીની નજીક આવી ગયું. ઈસરોએ કહ્યું કે આ સાથે ચંદ્રયાન-3એ ચંદ્ર પર પહોંચવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. હવે તે ગુરુવારે પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલને અલગ કરવાની તૈયારી કરશે.
Chandrayaan 3 Lander Module Separation: ચંદ્રયાન-3 (Chandrayaan-3)ના ચંદ્ર પર ઉતરવાનો સમય હવે ખૂબ નજીક આવી ગયો છે. ચંદ્રની આ યાત્રામાં ચંદ્રયાન માટે આજે એટલે કે ગુરુવાર ખૂબ જ ખાસ દિવસ હશે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ISRO) આજે વિક્રમ લેન્ડરથી પ્રોપલ્શન મોડ્યુલને અલગ કરશે. આ સાથે ચંદ્રયાન-3 બે ટુકડામાં વિભાજીત થઈ જશે. લેન્ડર વિક્રમ આજે બપોરે લગભગ 1 વાગ્યે પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થઈ જશે.
પ્રોપલ્શન મોડ્યુલની મદદથી વિક્રમ લેન્ડર રોવર સાથે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચશે. આ પછી, લેન્ડર વિક્રમ પોતાની રીતે આગળની મુસાફરી નક્કી કરશે. ઈસરોએ એક ટ્વીટમાં જણાવ્યું કે વિક્રમ લેન્ડર આજે પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થવાનું છે.
ચંદ્રયાન ચંદ્રની ખૂબજ નજીક પહોંચ્યું
ચંદ્રયાન-3 બુધવારે ચંદ્રની પાંચમી અને અંતિમ ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ્યું અને તેની સપાટીની નજીક આવી ગયું. ઈસરોએ કહ્યું કે આ સાથે ચંદ્રયાન-3એ ચંદ્ર પર પહોંચવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. હવે તે ગુરુવારે પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલને અલગ કરવાની તૈયારી કરશે.
રાષ્ટ્રીય અવકાશ એજન્સીએ બુધવારે ટ્વીટ કર્યું, "આજની (16 ઓગસ્ટ) સફળ પ્રક્રિયા ટૂંકા ગાળા માટે જરૂરી હતી. તેણે ચંદ્રયાન-3ને ચંદ્રની 153 કિમી x 163 કિમીની ભ્રમણકક્ષામાં મૂક્યું, જેનો અમે અંદાજ લગાવ્યો હતો." આ સાથે, ચંદ્રની સીમામાં પ્રવેશવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.હવે પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર અલગ થવા માટે તૈયાર છે.
23મીએ ઉતરાણ
ઈસરોએ કહ્યું કે 17 ઓગસ્ટે ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલથી લેન્ડર મોડ્યુલને અલગ કરવાની યોજના છે. 14 જુલાઈના રોજ લોન્ચ થયા બાદ ચંદ્રયાન-3 એ 5 ઓગસ્ટના રોજ ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો, ત્યારબાદ તે 6, 9 અને 14 ઓગસ્ટના રોજ ચંદ્રની આગલી કક્ષામાં પ્રવેશ કર્યો. આ સાથે તે ચંદ્રની નજીક પહોંચી ગયો. ચંદ્રયાન-3 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય પ્રદેશ પર સોફ્ટ લેન્ડ થવાની ધારણા છે.