હાલમાં જ 'વાથી'માં શાનદાર અભિનય આપનાર ધનુષ હાલમાં તેની આગામી તમિલ એક્શન-થ્રિલર 'કેપ્ટન મિલર'માં વ્યસ્ત છે. સોમવારે મુંબઈ એરપોર્ટ પર અભિનેતા નવા લૂકમાં જોવા મળ્યો હતો. લાંબી દાઢી, લાંબા વાળ અને ચશ્મા. આ શૈલીમાં તેને સરળતાથી ઓળખવો લગભગ મુશ્કેલ હતો. જ્યારથી તેનો વીડિયો સામે આવ્યો છે ત્યારથી સોશિયલ મીડિયા પર તેની તસવીરોની તુલના બાબા રામદેવની સાથે કરવામાં આવી રહી છે. યુઝર્સ તેને બાબા રામદેવની ફર્સ્ટ કોપી ગણાવી રહ્યા છે.



