AI પાછળ અબજોનું રોકાણ કરવા ગૂગલનો મોટો દાવ: 5 દેશોના કર્મચારીઓને આપી નોકરી છોડવાની ઓફર, માઇક્રોસોફ્ટ પણ રેસમાં
ગૂગલે AIમાં રોકાણ વધારવા કેનેડા, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડ સહિત 5 દેશોના સ્ટાફ માટે સ્વૈચ્છિક એક્ઝિટ સ્કીમ જાહેર કરી છે. જાણો સેવેરન્સ પેકેજ અને શરતોની વિગત.
માત્ર ગૂગલ જ નહીં, માઇક્રોસોફ્ટે પણ ઓક્ટોબર 2026ના અંતમાં પોતાના ગ્લોબલ વર્કફોર્સના લગભગ 27 ટકા એટલે કે આશરે 60,000 કર્મચારીઓ માટે સ્વૈચ્છિક એક્ઝિટ સ્કીમ રજૂ કરી હતી.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જંગી મૂડીરોકાણ કરવા માટે સિલિકોન વેલીની અગ્રણી ટેક કંપનીઓ પોતાના ખર્ચનું મોટા પાયે પુનર્ગઠન કરી રહી છે. માઇક્રોસોફ્ટ દ્વારા હજારો કર્મચારીઓને સ્વેચ્છાએ નોકરી છોડવાની ઓફર આપ્યા બાદ, હવે સર્ચ જાયન્ટ ગૂગલે પણ 5 દેશોના પસંદગીના કર્મચારીઓ માટે સ્વૈચ્છિક એક્ઝિટ પ્રોગ્રામનો વિસ્તાર કર્યો છે.કંપનીના આંતરિક અહેવાલો મુજબ કેનેડા, ફ્રાન્સ, જર્મની, જાપાન અને સ્વિટ્ઝર્લેન્ડ જેવા દેશોમાં કામ કરતા કર્મચારીઓ માટે આ નવી સ્કીમ મૂકવામાં આવી છે. ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ ભવિષ્યના વિકાસ માટે સૌથી અગત્યના ગણાતા એઆઈ પ્રોજેક્ટ્સ તરફ તમામ સંસાધનો કેન્દ્રિત કરી રહી છે, જેના ભાગરૂપે આ પગલું લેવાયું છે.કે
વું છે સેવેરન્સ પેકેજ અને વળતર?
આ યોજના અંતર્ગત સ્વિટ્ઝર્લેન્ડ ખાતેના સ્ટાફ માટે પેકેજની વિગતો સૌથી વધુ સ્પષ્ટ થઈ છે.
વર્ષદીઠ પગાર: કંપનીમાં વિતાવેલા દરેક 1 વર્ષના કાર્યકાળ સામે 1 મહિનાનો પગાર વળતર તરીકે ઓફર કરાયો છે.
મહત્તમ કેપ: આ વળતર વધુમાં વધુ 12 મહિનાના પગાર સુધી સીમિત રાખવામાં આવ્યું છે.
સમયમર્યાદા: જૂનના મધ્યમાં આ પ્રક્રિયા શરૂ થઈ હતી અને જુલાઈમાં અરજીઓ મંજૂર થયા બાદ ઓગસ્ટથી સ્ટાફે છૂટા થવાનું શરૂ કર્યું હતું.જોકે કેનેડા, ફ્રાન્સ, જર્મની અને જાપાનના કર્મચારીઓ માટે સ્થાનિક શ્રમ કાયદા મુજબ ચોક્કસ શરતો અલગ હોઈ શકે છે.
કયા કર્મચારીઓ આ સ્કીમમાંથી બાકાત રહેશે?
ગૂગલની આ ઓફર તમામ સ્ટાફ માટે ઉપલબ્ધ નથી. કંપની પોતાના કોર એઆઈ સંશોધનને કોઈ નુકસાન પહોંચાડવા માંગતી નથી, તેથી સ્વિટ્ઝર્લેન્ડમાં ગૂગલની રિસર્ચ યુનિટ ડીપમાઇન્ડને આ ઓફરથી સંપૂર્ણપણે અલગ રાખવામાં આવી છે. આ અગાઉ ગૂગલ ક્લાઉડ અને ડીપમાઇન્ડના મહત્વના હોદ્દાઓને પણ બાકાત રખાયા હતા.અમેરિકામાં પણ કંપનીએ 2025થી વિવિધ તબક્કામાં કમ્યુનિકેશન, કોર, માર્કેટિંગ અને ગ્લોબલ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં આવી ઓફરો આપી હતી, જ્યારે ક્લાયન્ટ સાથે સીધા જોડાયેલા સેલ્સ યુનિટ્સને જાળવી રાખ્યા હતા. સ્વિટ્ઝર્લેન્ડમાં આશરે 5,000 કર્મચારીઓમાંથી અંદાજે 50 સભ્યોની એક ટીમમાંથી ઓછામાં ઓછા 4 સભ્યોએ આ ઓફર સ્વીકારી હોવાના અહેવાલો મળ્યા છે.
માઇક્રોસોફ્ટે 60 હજાર સ્ટાફને આપી હતી ઓફર
માત્ર ગૂગલ જ નહીં, માઇક્રોસોફ્ટે પણ ઓક્ટોબર 2026ના અંતમાં પોતાના ગ્લોબલ વર્કફોર્સના લગભગ 27 ટકા એટલે કે આશરે 60,000 કર્મચારીઓ માટે સ્વૈચ્છિક એક્ઝિટ સ્કીમ રજૂ કરી હતી. તેમાં અમેરિકા, ભારત, યુકે અને કેનેડાના લેવલ 70 અને તેનાથી નીચેના કર્મચારીઓ સામેલ છે.
ભારતમાં કર્મચારીઓને દરેક વર્ષના સર્વિસ દીઠ 1 મહિનાનો બેઝિક પગાર અને હેલ્થ ઇન્શ્યોરન્સ ઓફર કરવામાં આવ્યો છે, જે સ્વીકારવાની છેલ્લી તારીખ 1 ડિસેમ્બર છે.ટેક એક્સપર્ટ્સનું માનવું છે, કે આવી સ્વૈચ્છિક યોજનાઓ સીધી છટણીના વિવાદથી બચવા અને સ્ટાફ ખર્ચ ઘટાડીને એઆઈ ડેટા સેન્ટર્સ તથા ચિપ્સ પાછળ મૂડી વાળવાનો સૌથી સરળ રસ્તો છે. જોકે ભૂતકાળના અનુભવો દર્શાવે છે કે સ્વૈચ્છિક એક્ઝિટ બાદ પણ જરૂર પડ્યે કંપનીઓ ફરજિયાત છટણી કરતા અચકાતી નથી.