Gujarat police station : ગુજરાતમાં એક એવુ પોલીસ સ્ટેશન છે, જે તમને પોલીસ સ્ટેશન કરતા હરવા ફરવાનું સ્થળ વધારે લાગશે. અહીં કલાકો સુધી બેસવાનું મન થાય એવું સુરત જિલ્લાના ઉમરપાડાનું ઈકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન છે. પર્યાવરણપ્રેમી પોલીસ સ્ટાફે સહિયારી માવજતથી ગ્રીન અને ક્લીન પોલીસ સ્ટેશન બનાવ્યું છે. જે સ્વચ્છતા અને પ્રકૃત્તિપ્રેમી પી.એસ.આઈ. અને પોલીસ સ્ટાફે પર્યાવરણનો સુમેળ રચ્યો છે. પોલીસ સ્ટેશનના આહ્લાદક વાતાવરણને લઈ લોકો ફરવા માટે આવે છે.



