જમ્મુ અને કાશ્મીરે છેલ્લા બે નાણાકીય વર્ષોમાં 2,567 કરોડ રૂપિયાના તેના પોપ્યુલર હસ્તકલા અને હાથવણાટ ઉત્પાદનોની નિકાસ કરી છે. અધિકારીઓએ આ માહિતી આપી. ચાલુ નાણાકીય વર્ષના અંત (માર્ચ, 2025) સુધીમાં આ નિકાસનો આંકડો રુપિયા 3,000 કરોડ સુધી પહોંચવાની ધારણા છે. "છેલ્લા બે નાણાકીય વર્ષોમાં અને ચાલુ નાણાકીય વર્ષ (2024-25)ના પ્રથમ ત્રણ ત્રિમાસિક ગાળામાં કાશ્મીર ખીણમાંથી રુપિયા 2,567 કરોડના વિશ્વ વિખ્યાત હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી છે," એક અધિકારીએ જણાવ્યું હતું. જોકે, વૈશ્વિક સંઘર્ષોને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં નિકાસ પર અસર પડી છે.


