HEALTH ATM : મશીન પર ઉભા રહો, 40 પ્રકારના ટેસ્ટ થઈ જશે, ગણતરીની મિનિટોમાં જ મળશે રિપોર્ટ
Health ATM: પહેલું સુખ તે જાતે નર્યા..આ વાક્ય જૂનાગઢમાં સાર્થક થતું નજરે પડી રહ્યું છે, આમ તો તમે લોકોએ એટીએમ તો ઘણા બધા જોયા હશે, પરંતુ શું તમે હેલ્થ એટીએમ કયારેય જોયું છે, કે જ્યાં એક સાથે 41 જેટલી બીમારીઓના વિનામૂલ્યે રિપોર્ટ કરી આપવામાં આવે?
Health ATM: ગામડાઓમાં આરોગ્યને લગતી સેવાઓ ઝડપી બને તેવા ઉમદા હેતુ સાથે આવા હેલ્થ એટીએમ મૂકી જુનાગઢ જિલ્લો અગ્રેસર બન્યો છે.
Health ATM: જુનાગઢ સમગ્ર ગુજરાતનો સૌ પ્રથમ એવો જિલ્લો બન્યો છે, કે જયાંના રહીશોની હેલ્થને ધ્યાનમાં લઈને જૂનાગઢના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ એટીએમ મૂકવામાં આવ્યા છે. જ્યાં પોતાની બીમારીનું નિરાકરણ લાવવા માટે જુનાગઢ શહેરમાં ધક્કા ન ખાવા પડે અને મધ્યમ વર્ગ તેમજ ગરીબ વર્ગના લોકોને આર્થિક ફટકો પણ ના પડે. ડાયાબિટીસ, બીપી, હિમોગ્લોબીન સહિતના 41 પ્રકારના રિપોર્ટ માત્ર ને માત્ર 30 જ મિનિટમાં મળી જાય છે અને સૌથી મહત્વનું છે કે તેના માટે એક પણ રૂપિયાનો ખર્ચ કરવો પડતો નથી.
ગામડાઓમાં આરોગ્યને લગતી સેવાઓ ઝડપી બને તેવા ઉમદા હેતુ સાથે આવા હેલ્થ એટીએમ મૂકી જુનાગઢ જિલ્લો અગ્રેસર બન્યો છે અને રાજ્યમાં એકમાત્ર જુનાગઢ જિલ્લામાં જ 40 જેટલા હેલ્થ એટીએમ મૂકવામાં આવ્યા છે, જેનો લોકો પણ ખુશી ખુશીથી ઉપયોગ કરી રહ્યા છે. હવે ગામડાઓમાં ઘર બેઠા જ મેજર બીમારીઓની પણ દવાઓ તેમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી જ મળી રહેશે. જેના માટે માત્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જઇને આ હેલ્થ મશીનથી રિપોર્ટ કરાવી ત્વરિત આ રિપોર્ટ મળી જતા તેમને કોઈ અન્ય ડોક્ટરોને વોટસએપ દ્વારા પણ મોકલી શકાય છે.
જો કે આ હેલ્થ એટીએમ મશીનની ખાસ વિશેષતા એ પણ છે કે પ્રથમ વખત જ તમારે નામ એન્ટર કરવાનું હોય છે, અને વિગતો આપવાની હોય છે.. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર એન્ટર કરવાથી તમારો તમામ રિપોર્ટ સ્ટોર થઈ જાય છે અને ફરીથી જ્યારે જરૂર પડે ત્યારે રિપોર્ટ કરવા જવાય ત્યારે અગાઉના રિપોર્ટ પણ ચકાસી શકાય છે.
ઘરમાં જ્યારે બિમારી હોય અને એ બિમારી પણ લાંબા સમયથી ઘર કરી ગઇ હોય તો સામાન્ય માણસનું જીવન ખુબ જ વિકટ બને છે. એક એક બિમારીઓમા રિપોર્ટ અને તેના મોંઘાદાટ ખર્ચામાં જ તેઓ હિંમત હારી જાય છે, તેવામાં આ એટીએમ પૈસા તો નથી આપતું પણ આરોગ્યની સંભાળ ચોક્કથી રાખે છે.
આરોગ્યને લગતી સેવાઓ ઝડપી બને તેવા ઉમદા હેતુથી જૂનાગઢ જિલ્લો અગ્રેસર
ગામડાઓમાં આરોગ્યને લગતી સેવાઓ ઝડપી બને તેવા ઉમદા હેતુથી જૂનાગઢ જિલ્લો અગ્રેસર રહ્યો છે અને રાજ્યમાં એકમાત્ર જૂનાગઢ જિલ્લામાં જ 40 જેટલા હેલ્થ એટીએમ મૂકવામાં આવ્યો છે. જે દરેક તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મુકાયા છે. જેનો લોકો પણ ખુશી ખુશીથી ઉપયોગ કરી રહ્યા છે તેમજ સરકારનો પણ આભાર માની રહ્યા છે. પૈસાની તો બચત થયા જ જાય છે પરંતુ સાથે સાથે જૂનાગઢના ધક્કા ખાવા ઓછા થઈ ગયા છે એટલે હવે ગામડાઓમાં ઘર બેઠા જ મેજર બીમારીઓની દવાઓ તેમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી જ મળી રહેશે. જેના માટે માત્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જઇને આ હેલ્થ મશીનથી રિપોર્ટ કરાવી ત્વરિત આ રિપોર્ટ મળી જતા તેમને કોઈ અન્ય ડોક્ટરોને પણ વોટસએપ દ્વારા મોકલી શકાય છે. બીજા આ મશીનની ખાસ વિશેષતા એ છે કે પ્રથમ વખત જ તમારે નામ એન્ટર કરવાનું હોય છે અને વિગતો આપવાની હોય છે ત્યારબાદ તમારા મોબાઈલ નંબર એન્ટર કરવાથી તમારો તમામ રિપોર્ટ સ્ટોર થઈ જાય છે અને ફરીથી જ્યારે જરૂર પડે ત્યારે રિપોર્ટ કરવા જવાય ત્યારે અગાઉના રિપોર્ટ પણ ચકાસી શકાય છે.