ફણગાવેલા મગ ના ફાયદા: આજે તમને એક એવા ખાદ્ય કઠોળ વિશે વાત કરવાના છીએ જે સાજા અને માંદા બન્ને ને પણ ખૂબ જ ઉપયોગી છે જેને આપણે મગ કહીએ છીએ. એક લિટર દૂધમાં જેટલી શક્તિ છે તેટલી જ શક્તિ ૧૦૦ ગ્રામ મગથી ઉત્પન્ન થાય છે. જેટલી શક્તિ ઘી ખાવાથી પ્રાપ્ત થાય છે એટલી જ શક્તિ મગ ખાવાથી પ્રાપ્ત થાય છે .
2. મગ ખાવાથી શરીરમાં બ્લડ શુગરનું લેવલ કંટ્રોલમાં રહે છે. જેનાથી ડાયાબિટીસનો ખતરો ટળે છે.
3. ફણગાવેલા મગમાં પોલીફીનોલ્સ હોય છે. જે આપણા શરીરમાં કેન્સર સામે રક્ષણ કરે છે.
4. એન્ટીઇન્ફ્લામેટરી ના ગુણો હોય છે. જે આર્થએટીસ ની અસરને ઓછી કરવામાં મદદ કરે છે.
5. મગ ખાવાથી ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને છે. જેનાથી બીમારીઓ સામે રક્ષણ મળે છે.
6. ફણગાવેલા મગ ખાવાથી શરીરમાંથી ટોક્સિન્સ બહાર નીકળી જાય છે. અને સ્કિનમાં નિખાર આવે છે.
7. ફણગાવેલા મગમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જેનાથી ડાયજેશન ઈમપ્રુવ થાય છે.
8. ફણગાવેલા મગના પ્રોટીન વધુ પ્રમાણમાં હોવાથી આપણા શરીરના મસલ્સ મજબૂત બને છે.
9. ફણગાવેલા મગમાં વિટામિન સી હોય છે જે નબળાઈને દૂર કરે છે. અને આપણા શરીરમાં એલર્જી આપે છે.
10. ફણગાવેલા મગમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ વાળને લાંબા અને કાળા રાખવામાં મદદ કરે છે.