Cancer Symptoms: ધ્યાનમાં રાખજો, જો બોડીમાં કેટલાક ફેરફારો જોવા મળે તો સમજી જજો કેન્સરની નિશાની છે, ફટાફટ ડોક્ટર્સ પાસે પહોંચી જાવ
Cancer Prevention Tips in Young Age: કેન્સર આજના યુગની સૌથી ઘાતક બીમારી છે. અવિશ્વસની વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓ છતાં પણ આજેય કેન્સરનો ફુલપ્રુફ ઈલાજ શોધી શકાયો નથી. જો કે, કેન્સર થવાના ઘણા બધાં કારણો છે. પર્યાવરણ, જીન, પ્રદૂષણ જેવા કુદરતી કારણો છે તો ઘણા બધાં અંશે માણસો ખુદ તેના માટે જવાબદાર બનતા હોય છે.
Cancer Symptoms:કેન્સર થવાના ઘણા બધાં કારણો છે. પર્યાવરણ, જીન, પ્રદૂષણ જેવા કુદરતી કારણો છે તો ઘણા બધાં અંશે માણસો ખુદ તેના માટે જવાબદાર બનતા હોય છે.
Cancer Symptoms: આજે જેવી રીતે આપણું ખાન-પાન, આપણી રહેણી કહેણી, આપણી દિનચર્યા, આપણી વ્યવસ્તાઓની પરિભાષા બદલાઈ રહી છે, તેના પરિણામ સ્વરુપે કેન્સરના કિસ્સા વધી રહ્યા છે. આપણે આપણી આદતો અને વ્યવહારોમાં સુધારો કરીને ઘણા બધાં અંશે કેન્સરથી બચી શકાય છે. તેના માટે સૌથી પહેલા કેન્સરને સમજવું જરુરી છે.
શરુઆતી સ્ટેજમાં કેન્સરનો ઈલાજ શક્ય છે, પણ જો મામલો બગડી જાય તો, તેની સારવાર થઈ શકતી નથી. આ જ કારણ છે કે, કેન્સરને શરુઆતી સ્ટેજમાં પકડવું જરુરી છે. હા એ સત્ય છે કે, કેન્સર શરુઆતમાં પકડાતું નથી. પણ શરીર પર અમુક એવા સંકેત દેખાય છે, જેને સરળતાથી ઓળખી શકાય છે કે આ વસ્તુ કેન્સર હોય શકે છે. એટલા માટે હંમેશા સચેત રહીને આપના શરીરમાં થતાં ફેરફારને ઓળખી લેવા જરુરી છે.
શરીર પર ગાંઠ
અમેરિકન કેન્સર સોસાયટીના જણાવ્યા અનુસાર, શરીરના કોઈ પણ અંગમાં જો કોઈ ગાંઠ અથવા અભરેલી સ્કિન દેખાય તો, તેને કોઈ પણ કિંમત પર નજરઅંદાજ ન કરવું. તરત ડોક્ટર પાસે જવું. તે સોજા તરીકે પણ ઊભરી શકે છે. આ કેન્સર હોય શકે છે.
ચામડી જાડી થઈ જવી
જો શરીરનો કોઈ ભાગ ખાસ કરીને બ્રેસ્ટમાં ચામડી થોડી ઉઠી જાય અથવા ગાંઠની માફક કડક થઈ જાય તો, તે કેન્સરના સંકેત હોય શકે છે.
સ્કિનના રંગમાં બદલાવ
સ્કિનના રંગમાં જો કોઈ કારણસર બદલાવ જોવા મળે અને તેમાંથી લોહી નીકળવા લાગે તો તે કેન્સરના લક્ષણ હોય શકે છે.
તલનો રંગ બદલાવો
શરીર પર જો ક્યાંય પણ તલ છે અને અચાનક તેનો રંગ બદલાઈ જાય અતવા નવા તલ બનવા લાગે તો તે પણ કેન્સરના સંકેત હોય શકે છે.
મોંમાં બદલાવ
જો મોંમાં કોઈ કારણ વગર ઘા થવા લાગે છે, બ્લીડિંગ થઈ રહ્યું છે. દુખાવો થઈ રહ્યો છે અને દવા ખાવા છતાં પણ તે ઠીક થતું નથી તો તે પણ કેન્સરના લક્ષણ હોય શકે છે.
અમેરિકન કેન્સર સોસાયટીના જણાવ્યા અનુસાર શરીરમાં દેખાતા આ બદલાવ ઉપરાંત જો અચાનક કોઈ કારણવગર વજન ઘટવા લાગે, વધારે થાક લાગે, ખાવામાં તકલીફ, ભૂખ ન લાગવી, પેટમાં દુખાવો, આવાજમાં ભારેપણું, બ્લૈડરમાં બદલાવ, તાવ રહે, રાતે પરસેવો આવવો, જોવામાં અને સાંભળવામાં તકલીફ થાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો.