Top vacation Spot of Gujarat: મિની વેકેશનનું પ્લાનિંગ કરી રહ્યાં છો! તો ગુજરાતના આ સ્થળો વિશે ચોક્કસથી જાણી લો | Moneycontrol Gujarati
Get App

Top vacation Spot of Gujarat: મિની વેકેશનનું પ્લાનિંગ કરી રહ્યાં છો! તો ગુજરાતના આ સ્થળો વિશે ચોક્કસથી જાણી લો

Top vacation Spot of Gujarat : ગુજરાતમાં જંગલો, નદીઓ, ધોધ, હીલ સ્ટેશન, કેમ્પસાઈટ સહિત અનેક એવા હરવા ફરવા લાયક સ્થળો આવેલાં છે જ્યાં તમને મોજ-મસ્તીની સાથે મનની શાંતિ પણ મળશે. તમામ સ્થળો એવા છે જ્યાં તમે તમારી પર્સનલ કાર, કે પબ્લીક ટ્રાન્સપોર્ટમાં સરળતાથી પહોંચી શકો છો.

અપડેટેડ 01:37:24 PM Aug 17, 2023 પર
Story continues below Advertisement
ઓગસ્ટથી લઈને ડિસેમ્બર સુધી હવે ઘણા લોન્ગ વીકેન્ડ પણ આવી રહ્યાં છે ત્યારે અમે તમને એવા કેટલાક બેસ્ટ લોકેશન વિશે જણાવી રહ્યાં છે જ્યાં તમે ખુબ જ સુંદર રીતે તમારા મિની વેકેશનનું આયોજન કરી શકો છો.

Top vacation Spot of Gujarat : ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગ ખૂબ જ આગળ વધી રહ્યો છે, ગુજરાતમાં એવા સ્થળો આવેલા છે જેનાથી પ્રવાસીઓ ખૂબ જ આકર્ષાઈ રહ્યાં છે. અને આમ પણ ઓગસ્ટથી લઈને ડિસેમ્બર સુધી હવે ઘણા લોન્ગ વીકેન્ડ પણ આવી રહ્યાં છે ત્યારે અમે તમને એવા કેટલાક બેસ્ટ લોકેશન વિશે જણાવી રહ્યાં છે જ્યાં તમે ખુબ જ સુંદર રીતે તમારા મિની વેકેશનનું આયોજન કરી શકો છો.

દેવભૂમિ દ્વારકા

ભગવાન શ્રીકૃષ્ણની નગરી એટલે કે દ્વારકા પ્રવાસન સ્થળોમાં લોકો માટે પહેલી પસંદ છે. દ્વારકામાં જગત મંદિર, ગોમતી ઘાટ, નાગેશ્વર, શિવરાજપુર બીચ જોવા લાયક સ્થળો છે. અહીંનું જગત મંદિરમાં ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગદ્રારેથી પ્રવેશ કરે છે. અને મોક્ષ દ્વારેથી મંદિરની બહાર નીકળે છે. દ્વારકાથી 30 કિલોમીટર નજીક બેટદ્વારકા આવેલું છે. વૈષ્ણવ સંપ્રદાય માટે દ્વારકા ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. દ્વારકાથી ફેરીબોટમાં બેસીને જળમાર્ગે બેટ દ્વારકા જઈ શકાય. મહાપ્રભુજીની બેઠક તથા શ્રી કૃષ્ણ ભગવાનની પટરાણીઓના મંદિરો પણ આવેલા છે. દ્વારકામાં આદ્ય શંકરાચાર્યે શારદાપીઠની સ્થાપના કરી અને પોતાના શિષ્ય સુરેશ્વરાચાર્યને પીઠાધીશ્વર સ્વરૂપે અધિષ્ઠિત કર્યા છે.


દ્વારકા ના જોવા લાયક સ્થળો

1 – લાઇટ હાઉસ

2 – સુદામા પુલ

3 – નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

4 – ગોમતી ઘાટ

5 – રુકમણી દેવી મંદિર

6 – બેટ દ્વારકા

7 – ગોપી તલાવ

8 – ભડકેશ્વર મહાદેવ મંદિર

9 – સ્વામિનારાયણ મંદિર

10 – શિવરાજપુર બીચ

કચ્છનું રણ – સફેદ રણ, કચ્છ (Rann of Kutch – White Desert, Kutch)

એક તરફ થાર રણ અને બીજી બાજુ અરબી સમુદ્ર હોવાને કારણે, કચ્છનો રણ રેતી અને મીઠાની અદભુત જોડણી છે. 30,000 ચોરસ કિલોમીટરના ક્ષેત્રને આવરી લેતા આ ક્ષેત્રને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે, કચ્છનો મોટો રણ અને કચ્છનો નાનો રણ.તે કચ્છના અખાત અને પાકિસ્તાનમાં સિંધુ નદીની વચ્ચે આવેલું છે અને દરિયાની સપાટીથી આશરે 15 મીટરની ઉંચાઈ પર છે.આ ભાગ એક સમયે અરબી સમુદ્રતળનો ભાગ હતો પરંતુ આ ક્ષેત્રના સતત ભૌગોલિક ઉત્થાનને લીધે, જમીન સમુદ્રમાંથી એક પ્રચંડ ભાગ છોડીને તૂટી ગઈ હતી. જે આજનું રણ છે.

કચ્છના જોવા લાયક સ્થળો

1 – કચ્છ ડેઝર્ટ વન્યપ્રાણી અભયારણ્ય

2 – નારાયણ સરોવર અને અભયારણ્ય

3 – કાલો ડુંગર

4 – કચ્છનો મોટો રણ

5 – છરી દંડ પક્ષી અભયારણ્ય

6 – કચ્છ બસ્ટાર્ડ અભયારણ્ય

7 – સ્યોત ગુફાઓ

8 – કચ્છનો નાનો રણ.

સાપુતારા, ડાંગ (Saputara, The Dangs)

જો તમને લાગે કે ગુજરાત માં ફક્ત કિલ્લાઓ, મહેલો, મંદિરો અને જંગલો જ ફરવા લાયક સ્થાનો છે , તો તમારે જાણવું જોઈએ કે તેમાં એક હિલ સ્ટેશન સાપુતારા છે.સાપુતારા એ ગુજરાતના ડાંગ જિલ્લાનું એક નાનું હિલ સ્ટેશન છે. સાપુતારા મહારાષ્ટ્ર-ગુજરાત સરહદ પર સ્થિત છે.આશરે 1000 મીટરની ઉંચાઈ પર વસેલું સાપુતારા એ ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. લીલો જંગલો, પર્વતો, ચમકતા ધોધ, રસ્તાઓ, અદભૂત લેન્ડસ્કેપ અને નમ્રતાભર્યું વાતાવરણ, સાપુતારાના મનોહર હિલ સ્ટેશનને પ્રકૃતિના ખોળામાં એક ફરવા લાયક સથળ બનાવે છે.

સાપુતારા ના જોવા લાયક સ્થળો

1 – રોઝ ગાર્ડન

2 – લેક ગાર્ડન

3 – સ્ટેપ ગાર્ડન

4 – ગાંધી શિખર

5 – સાપુતારા તળાવ

6 – નાગેશ્વર મહાદેવ મંદિર

7 – સનરાઇઝ પોઇન્ટ

8 – સનસેટ પોઇન્ટ

9 – સાપુતારા આદિજાતિ સંગ્રહાલય

10 – ગિરા વોટર ફોલ

11 – હની બીઝ સેન્ટર

12 – કલાકાર વિલેજ

પાવાગઢ (Pavagadh – Champaner Archaeological Park)

ચાંપાનેર પુરાતત્વીય પાર્ક પાવાગઢની તળેટીમાં આવેલું છે, તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. મસ્જિદો, કિલ્લાઓ, મંદિરો અહીં ના મુખ્ય આકર્ષણો છે. ચાંપાનેર પાવાગઢ પુરાતત્ત્વીય પાર્ક ર્ની મુલાકાત લેવા માટેના કેટલાક પ્રખ્યાત આકર્ષણો નીચે મુજબ છે. ભલે આજે ચંપાનેરનો મોટો ભાગ ખંડેર છે, પણ ત્યાં ઘણી જૂની મસ્જિદો અને મહેલો છે જે ઇસ્લામિક અને જૈન સ્થાપત્ય શૈલીનું મિશ્રણ દર્શાવે છે.અહીં 16 મી સદીની કબરો, પ્રવેશદ્વારો, મસ્જિદો, મંદિરો, કિલ્લાઓ અને દિવાલો, મહેલો અને મંડપ, કુવાઓ, વૈવિધ્યપૂર્ણ મકાનો જેવા 11 વિવિધ પ્રકારના હેરિટેજ સ્મારકો છે.

પાવાગઢ પર્વત પર માતા મહાકાળીનું મંદિર

પાવાગઢ ટેકરીની શિખર પર, સમુદ્ર સપાટીથી 800 મીટરની ઉંચાઈ પર, માતા મહાકાળીનું મંદિર છે, જે આ ક્ષેત્રમાં સૌથી પ્રાચીન છે, જે 10 મી -11 મી સદી નું હોવાનું મનાઇ છે.ચાંપાનેર નો એક મુખ્ય શહેર તરીકે વિકાસ થયો તે પહેલાં હિન્દુ યાત્રાળુઓ આ મંદિરની મુલાકાત લેવા આવતા હતા.શિખર પર મંદિર સુધી પહોંચવા માટે, જંગલની ફૂટપાથથી ટેકરીની ટોચ પર લગભગ 5 કિ.મી. ચડી ને પહોંચી શકાય છે. પગથીયા દ્વારા પણ ચડી ને ઉપર સુધી જઈ શકાય છે. રોપવે દ્વારા પણ ઉપર સુધી જઈ શકાય છે.મંદિર ખૂબ જ વહેલાથી મોડે સુધી ખુલ્લું રહે છે.

પાવાગઢ ના જોવા લાયક સ્થળો

1 – જામા મસ્જિદ

2 – લીલા ગુમ્બાજ કી મસ્જિદ

3 – લકુલિસા મંદિર

4 – પાવાગઢ કિલ્લો

5 – હેલિકા સ્ટેપ-વેલ

થોળ અને નળ સરોવર

નળ સરોવર ઘાસની વિવિધ જાતોથી અને છીછરાપાણીથી પક્ષીઓનું સ્વર્ગ બન્યું છે તો બીજી બાજુ થોળ ઉંડા પાણીનું સરોવર આજુબાજુ ઉચા ઝાડો અને તેની વચ્ચે આવેલાં બેટને કારણે માત્ર પક્ષીઓનું સ્વર્ગ નહીં પણ પિકનિકનું આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે. અમદાવાદ અને તેની આજુબાજુથી લોકો સવારથી જમવાનું લઈને પહોચી જાય છે. પક્ષીઓનો અદભૂત ખજાનો અને નજારો નિહાળે છે. થોળની વિશેષતા તેનાં સુકા ઝાડ પણ છે. જે અડધા પાણીમાં ઉગેલા અને ઉભેલાં છે. જેની ડાળીઓ પર પક્ષીઓ માળા બાંધે છે. યંગસ્ટર્સ આ ડાળીઓ પર બેસીને ફોટો પડાવે છે. થોળમાં બોટિંગની વ્યવસ્થા નથી પરંતુ નળ સરોવરમાં બોટિંગની મદદથી તમે ટાપુ પર જઈ શકશો જ્યાં બહેનો રિંગણનો ઓળો અને બાજરાનો રોટલો સાથે છાશ પીરસે છે.

અક્ષરધામ મંદિર – ગાંધીનગર (Akshardham Temple – Gandhinagar)

આર્કિટેક્ચરમાં હિન્દુ પૌરાણિક કથાના સારને જીવંત રાખીને જ્યારે સમકાલીન શૈલીના જોડાણની વાત આવે છે ત્યારે અક્ષરધામ મંદિર એક ઉત્તમ ઉદાહરણ છે.અક્ષરધામ મંદિર 23 એકર જગ્યાની મધ્યમાં સ્ટીલના ઉપયોગ વિના, છ હજાર ટન ગુલાબી પથ્થરનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે.મંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણ ની સોનાથી મઢેલી મૂર્તિ બિરાજમાન છે. અક્ષરધામ મંદિરમાં 97 કોતરણીવાળા સ્તંભો, 17 સુશોભિત ગુંબજ, 220 પથ્થરના બીમ, 57 પથ્થરની સ્ક્રીનો અને હિંદુ ધર્મમાં આધ્યાત્મિક વ્યક્તિત્વની 256 મૂર્તિઓ છે.મંદિર આકાશમાં 108 ફુટ સુધી પહોંચે છે, પહોળાઈ 131 ફુટ અને 240 ફૂટ લાંબું છે.

જરૂરી તમામ માહિતી જાણી લો

લોકેશન : અક્ષરધામ ટેમ્પલ, ગાંધીનગર, અમદાવાદ

કેવી રીતે પહોંચવું : બસ સ્ટેશન થી 28 કિલો મીટર, રેલ્વે સ્ટેશન થી 27 કિલો મીટર, એરપોર્ટ થી 20 કિલો મીટર દૂર છે. ઓટો કે ટેક્સી દ્વારા જઈ શકો.

ખાસિયત : ગાર્ડન્સ, પ્રદર્શન, ફૂડ કોર્ટ, વોટર શો અને પુસ્તકાલય

સમય : 10 AM to 7 PM

કેટલો સમય જરૂરી છે : 4-5 કલાક

પ્રવેશ ફી : ફ્રી, સંગ્રહાલય જોવા માટે અલગથી ફી આપવી પડે છે.

અડાલજની વાવ

ભારતીય સ્થાપત્યના ઉત્તમ નમૂના સમી અડાલજની વાવ રૂડાબાઈની વાવ તરીકે પણ ઓળખાય છે, લગભગ કોઈ ગુજરાતી તેનાથી અપરિચિત નહિ હોય. અડાલજની વાવ માત્ર સૌન્દર્યની દૃષ્ટિએ જ અદ્ભુત નથી, પરંતુ તેની રચના પાછળ પ્રેમ, યુદ્ધ, ત્યાગ અને બદલાની વાર્તા પણ છુપાયેલી છે. આજે 500 વર્ષ ઉપરાંત પણ અડાલજની વાવ આપણી સમક્ષ અકબંધ અને અડીખમ ખડી છે. સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધી નિઃશુલ્ક પ્રવેશ આપતી આ વાવમાં વિદેશી પ્રવાસીઓ, આર્કિટેકટના વિદ્યાર્થીઓ, ફોટોગ્રાફરો સંશોધન કાર્ય અને ફોટોશૂટ માટે આવે છે. અ‍ડાલજની વાવ નજીક અન્ય ફરવા લાયક સ્થળો :

અમદાવાદથી અને ગાંધીનગરની વચ્ચે અડાલજ ગામમાં આવેલ આ અદ્ભુત વાવની મુલાકાત લેવા આવો ત્યારે આજુબાજુમાં આવેલ આકર્ષણો જેવા કે ઇન્દ્રોડા ડાયનોસોર અને ફોસિલ પાર્ક, મહાત્મા મંદિર તેમજ અક્ષરધામ મંદિર જોવાનું ચૂકશો નહીં.

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા (Statue of Unity)

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ઉંચાઈ અમેરિકાની “સ્ટેચ્યુ ઓફ લિબર્ટી” ના કદના બમણા જેટલી છે. મુલાકાતીઓને વ્યૂઇંગ ગેલેરીમાં જવાની મંજૂરી છે જે લગભગ 500 ફૂટની ઉંચાઈ પર પ્રતિમાની છાતીની નજીક છે. ત્યાં થી આજુબાજુ નો નજારો જોવા લાયક છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ના જોવા લાયક સ્થળો

1 – મ્યુઝીઅમ

2 – વેલી ઓફ ફલાવર

3 – લેસર શો

4 – કેક્ટસ ગાર્ડન

5 – બટરફ્લાય ગાર્ડન

6 – આરોગ્ય વન

7 – હેલિકોપ્ટર સવારી

8 – બોટ રાઇડ

9 – રિવરફ્રન્ટ સાયકલિંગ

10 – પ્રાણીસંગ્રહાલય અને જંગલ સફારી

11 – રિવર રાફટીંગ

12 – સરદાર સરોવર ડેમ

સાસણ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, જુનાગઢ (Sasan Gir National Park)

એશિયાઇ સિંહનું એકમાત્ર ઘર તરીકે, તમારે ખરેખર ગીર વન્યપ્રાણી અભયારણ્યની મુલાકાત લેવા માટે કોઈ અન્ય કારણની જરૂર નથી. જો તમે ગુજરાતમાં હોવ તો તે અચુક જોવાનું એક સ્થળ છે.એશિયાટીક સિંહ સિવાય, આ પાર્કમાં પક્ષીઓની 300 જેટલી જાતિઓ અને વિવિધ પ્રાણીઓ પણ છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનો ભૂપ્રદેશ કઠોર પટ્ટાઓ, નાના ઝરણાઓ, પહાડો અને ખીણોથી બનેલો છે. ગીર સાત બારમાસી નદીઓ અને 4 ડેમો ધરાવે છે – હિરણ, શિંગોડા, મચ્છુન્દ્રી અને રાવલ પર એક-એક ડેમ છે. અભયારણ્યની સફારી માટે પરવાનગી લેવી ફરીજીયાત છે. અગાઉ થી ઓન લાઇન પરવાનગી લેવી ફરીજીયાત છે.

ક્યારે જવું : આ પાર્ક દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર દરમિયાન બંધ રહે છે. જ્યારે દેવળીયા સફારી પાર્ક આખા વર્ષ દરમિયાન ખુલ્લું રહે છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની શ્રેષ્ઠ મુલાકાતની સીઝન ડિસેમ્બર થી માર્ચ મહિના દરમિયાન હોય છે. પરંતુ એપ્રિલ અને મે મહિનાના ગરમ મહિનામાં સિંહોને જોવા માટે શ્રેષ્ઠ તકો રહે છે.

જરૂરી તમામ માહિતી જાણી લો

ગીર જંગલ સફારી સમય : 6 AM – 9 AM, 8.30 AM – 11 AM અને 3 PM – 6 PM

દેવળીયા જંગલ સફારી સમય : 7.30 AM – 11 AM અને 3 PM – 5 PM (બુધવારે બંધ)

જીપ સફારી પરમિટ : અઠવાડિયાના દિવસોમાં 6 વ્યક્તિઓ માટે 800 રૂ., સપ્તાહના અંતે અને ઉત્સવના દિવસોમાં 6 વ્યક્તિઓ માટે Rs. 1000

દેવળિયા બસ સફારી કિંમત : Rs. 150 -190

લોકેશન : સાસણ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, તાલાલા ગીર, ગુજરાત.

કેવી રીતે પહોંચવું : સાસણ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જુનાગઢ થી 65 કિલોમીટર, રાજકોટ થી 170 કિલોમીટર, અમદાવાદ થી 365 કિલોમીટર દૂર છે.

આ પણ વાંચો - Weather Updates: હિમાચલથી બિહાર સુધી... ભારે વરસાદની શક્યતા, જાણો તમારા શહેરના હવામાનની સ્થિતિ

MoneyControl News

MoneyControl News

First Published: Aug 17, 2023 1:36 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.