Get App

Top vacation Spot of Gujarat: મિની વેકેશનનું પ્લાનિંગ કરી રહ્યાં છો! તો ગુજરાતના આ સ્થળો વિશે ચોક્કસથી જાણી લો

Top vacation Spot of Gujarat : ગુજરાતમાં જંગલો, નદીઓ, ધોધ, હીલ સ્ટેશન, કેમ્પસાઈટ સહિત અનેક એવા હરવા ફરવા લાયક સ્થળો આવેલાં છે જ્યાં તમને મોજ-મસ્તીની સાથે મનની શાંતિ પણ મળશે. તમામ સ્થળો એવા છે જ્યાં તમે તમારી પર્સનલ કાર, કે પબ્લીક ટ્રાન્સપોર્ટમાં સરળતાથી પહોંચી શકો છો.

MoneyControl Newsઅપડેટેડ Aug 17, 2023 પર 1:37 PM
Top vacation Spot of Gujarat: મિની વેકેશનનું પ્લાનિંગ કરી રહ્યાં છો! તો ગુજરાતના આ સ્થળો વિશે ચોક્કસથી જાણી લોTop vacation Spot of Gujarat: મિની વેકેશનનું પ્લાનિંગ કરી રહ્યાં છો! તો ગુજરાતના આ સ્થળો વિશે ચોક્કસથી જાણી લો
ઓગસ્ટથી લઈને ડિસેમ્બર સુધી હવે ઘણા લોન્ગ વીકેન્ડ પણ આવી રહ્યાં છે ત્યારે અમે તમને એવા કેટલાક બેસ્ટ લોકેશન વિશે જણાવી રહ્યાં છે જ્યાં તમે ખુબ જ સુંદર રીતે તમારા મિની વેકેશનનું આયોજન કરી શકો છો.

Top vacation Spot of Gujarat : ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગ ખૂબ જ આગળ વધી રહ્યો છે, ગુજરાતમાં એવા સ્થળો આવેલા છે જેનાથી પ્રવાસીઓ ખૂબ જ આકર્ષાઈ રહ્યાં છે. અને આમ પણ ઓગસ્ટથી લઈને ડિસેમ્બર સુધી હવે ઘણા લોન્ગ વીકેન્ડ પણ આવી રહ્યાં છે ત્યારે અમે તમને એવા કેટલાક બેસ્ટ લોકેશન વિશે જણાવી રહ્યાં છે જ્યાં તમે ખુબ જ સુંદર રીતે તમારા મિની વેકેશનનું આયોજન કરી શકો છો.

દેવભૂમિ દ્વારકા

ભગવાન શ્રીકૃષ્ણની નગરી એટલે કે દ્વારકા પ્રવાસન સ્થળોમાં લોકો માટે પહેલી પસંદ છે. દ્વારકામાં જગત મંદિર, ગોમતી ઘાટ, નાગેશ્વર, શિવરાજપુર બીચ જોવા લાયક સ્થળો છે. અહીંનું જગત મંદિરમાં ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગદ્રારેથી પ્રવેશ કરે છે. અને મોક્ષ દ્વારેથી મંદિરની બહાર નીકળે છે. દ્વારકાથી 30 કિલોમીટર નજીક બેટદ્વારકા આવેલું છે. વૈષ્ણવ સંપ્રદાય માટે દ્વારકા ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. દ્વારકાથી ફેરીબોટમાં બેસીને જળમાર્ગે બેટ દ્વારકા જઈ શકાય. મહાપ્રભુજીની બેઠક તથા શ્રી કૃષ્ણ ભગવાનની પટરાણીઓના મંદિરો પણ આવેલા છે. દ્વારકામાં આદ્ય શંકરાચાર્યે શારદાપીઠની સ્થાપના કરી અને પોતાના શિષ્ય સુરેશ્વરાચાર્યને પીઠાધીશ્વર સ્વરૂપે અધિષ્ઠિત કર્યા છે.

દ્વારકા ના જોવા લાયક સ્થળો

બધા સમાચાર

+ વધુુ વાંચો