IMD Weather Alert: દેશભરમાં હવે શિયાળો તેના અસલી મિજાજમાં જોવા મળી રહ્યો છે. જો તમે ઉત્તર ભારત તરફ પ્રવાસનું વિચારી રહ્યા હોવ તો ચેતજો, કારણ કે ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD એ આગામી દિવસો માટે ભયાનક ઠંડીનું એલર્ટ જાહેર કર્યું છે.
IMD Weather Alert: દેશભરમાં હવે શિયાળો તેના અસલી મિજાજમાં જોવા મળી રહ્યો છે. જો તમે ઉત્તર ભારત તરફ પ્રવાસનું વિચારી રહ્યા હોવ તો ચેતજો, કારણ કે ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD એ આગામી દિવસો માટે ભયાનક ઠંડીનું એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી, પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં ઠંડીનો પ્રકોપ હજુ ઘટશે નહીં. 9 જાન્યુઆરી સુધી આ તમામ રાજ્યોમાં કોલ્ડ વેવ એટલે કે કાતિલ શીતલહેર ફૂંકાવાની શક્યતા છે. આગામી 2 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં લઘુત્તમ તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળી શકે છે. એટલે કે ઠંડી હજુ વધુ આકરી બનશે.
કયા રાજ્યમાં ક્યાં સુધી એલર્ટ
રાજસ્થાન: અહીં 7 જાન્યુઆરીએ ભીષણ ઠંડી અને 11 જાન્યુઆરી સુધી શીતલહેર યથાવત રહેશે.
મધ્ય પ્રદેશ: અહીં 7 અને 8 જાન્યુઆરી સુધી ઠંડીનો ચમકારો રહેશે.
ઝારખંડ: ઝારખંડના ગઢવા, પલામુ અને લોહરદગા સહિતના જિલ્લાઓમાં 7 જાન્યુઆરી સુધી યલો એલર્ટ જાહેર કરાયું છે.
ઓડિશા અને વિદર્ભ: અહીં પણ 6 થી 9 જાન્યુઆરીવચ્ચે કડકડતી ઠંડી પડવાની સંભાવના છે.
ઠંડીની સીધી અસર જનજીવન પર પડી રહી છે. પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં કાતિલ ઠંડી અને ધુમ્મસને કારણે સરકારે મોટો નિર્ણય લીધો છે. ત્રિપુરામાં 6 થી 10 જાન્યુઆરી સુધી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ પશ્ચિમ બંગાળના દક્ષિણ જિલ્લાઓમાં પણ પારો 2 ડિગ્રી જેટલો ગગડી શકે છે.
ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં પાલું પડવાની પણ શક્યતા છે. આમ, કાશ્મીરથી લઈને મધ્ય ભારત સુધી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગે નાગરિકોને ગરમ વસ્ત્રો પહેરવા અને કામ વગર વહેલી સવારે બહાર ન નીકળવાની સલાહ આપી છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.