IMD Weather Update: ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારે દેશના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે. જોકે હવે ઘણા રાજ્યોમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. પરંતુ હવામાન વિભાગે પૂર્વ ભારતમાં 3 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત રવિવારે દેશના પશ્ચિમી તટ પર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું કે ભારતના પૂર્વ ભાગમાં, હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને બિહારમાં પણ રવિવારે ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય રવિવારે દેશના પશ્ચિમી તટ પર વરસાદની સંભાવના છે.

