Chandrayaan 3: ભારતનું મહામિશન ચંદ્રયાન-3 સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. ચંદ્રયાન-3 23 ઓગસ્ટના રોજ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે. ચંદ્રયાન 3માં અમદાવાદ સેક-ઈસરોનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. 700થી વધુ કર્મચારીઓએ ચંદ્રયાન-૩માં મહત્વનું કામ કર્યું છે.
Chandrayaan 3: ભારતનું મહામિશન ચંદ્રયાન-3 સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. ચંદ્રયાન-3 23 ઓગસ્ટના રોજ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે. ચંદ્રયાન 3માં અમદાવાદ સેક-ઈસરોનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. 700થી વધુ કર્મચારીઓએ ચંદ્રયાન-૩માં મહત્વનું કામ કર્યું છે.
હેઝાર્ડ ડિટેક્શન એન્ડ એવોઈડન્સ કેમેરા
ચંદ્રયાન-3માં લગાવેલા લેન્ડર હેઝાર્ડ ડિટેક્શન એન્ડ એવોઈડન્સ કેમેરા અમદાવાદ ઈસરો સેન્ટરમાં તૈયાર કરાયા છે. જે લેન્ડિંગમાં પાયારૂપ ભૂમિકા ભજવશે. આ કેમેરા વિક્રમ લેન્ડરનું 'હૃદય' કહેવાય તો ખોટું નથી. આ કેમેરા લેન્ડિંગનો સમગ્ર ડેટા ઈસરોના મેઈન સેન્ટર સુધી પહોંચાડશે. જ્યારે વિક્રમ લેન્ડર ચંદ્રની ધરતીથી 7.5 કિલોમીટર દૂર હશે ત્યારે ચંદ્રની જમીન પરનો તમામ ડેટા એકત્રિત કરી પૃથ્વી સુધી પહોંચાડશે. આ ડેટા એકત્રિત કરવાની કામગીરી કા બેન્ડ રડાર સિસ્ટમ કરશે.
સુર્યોદયનો સમય નક્કી
ચંદ્રયાનના સોફ્ટ લેન્ડિંગ માટે સુર્યોદયનો સમય નક્કી કરાયો છે. 23 ઓગસ્ટે સાંજે 6:04 વાગ્યે ચંદ્રયાન લેન્ડ કરવાનું છે, ત્યારે ચંદ્ર પર સુર્યોદય થાય છે.
સાઈટનું સિલેક્શન પણ અમદાવાદ સેન્ટર દ્વારા કરાયું
લેન્ડરની ઉતરણની સાઈટનું સિલેક્શન પણ અમદાવાદ સેન્ટર દ્વારા કરાયું છે. ચંદ્રયાન-3 મિશનમાં વિક્રમ લેન્ડર ચંદ્રની ધરતી પર ક્યાં ઉતરશે તેની વિવિધ તસવીરો એકત્રિત કરવાનું કાર્ય અને યોગ્ય પોઝિશન નક્કી કરવાનું કાર્ય અમદાવાદ સેક-ઈસરો સેન્ટર દ્વારા કરાયું છે.
ચંદ્રયાન-3 માટે 21 ફેરફારો
ચંદ્રયાન-2માં જે ખામીને કારણે ક્રેશ લેન્ડિંગ થયું તેવું ફરી ન થાય તે માટે ચંદ્રયાન-3 માટે 21 ફેરફારો કરાયા છે. જેમાં હાર્ડવેર, સોફ્ટવેર અને અલ્ગોરિધમ પર મોટું કામ કરાયું છે. ઈસરોએ ક્રેન ટેસ્ટ, ડ્રોન ટેસ્ટ, હેલિકોપ્ટર ટેસ્ટ કર્યા છે. આ સિવાય એન્જિન ફાયરને લઈને પણ ક્રેન ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.