શું તમે જાણો છો કે દુનિયાના કયા દેશોમાં દારૂનું સેવન સૌથી વધુ થાય છે? આ યાદીમાં ટોચના 10 દેશોમાંથી આઠ યુરોપના છે, જ્યારે સૌથી ઓછો વપરાશ ધરાવતા 10 દેશોમાંથી નવ ઇસ્લામિક દેશો છે. એક એવો દેશ પણ છે જ્યાં કોઈ દારૂ પીતું નથી. શુદ્ધ દારૂના વપરાશની દ્રષ્ટિએ યુરોપિયન દેશ મોલ્ડોવા વિશ્વમાં પ્રથમ ક્રમે છે. 24.6 લાખની વસ્તી ધરાવતા આ દેશમાં દરેક વ્યક્તિ એક વર્ષમાં સરેરાશ 15.2 લીટર દારૂ પીવે છે. પૂર્વી યુરોપમાં સ્થિત, આ દેશ અગાઉ સોવિયેત સંઘનો ભાગ હતો. અહીં માથાદીઠ GDP $6,729.41 છે.